હરિયાળી ક્રાંતિના પિતા એમએસ સ્વામીનાથનનું ૯૮ વર્ષની વયે નિધનએમએસ સ્વામીનાથનનું નિધન અંગે વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યુ
ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા એમએસ સ્વામીનાથનનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. મહાન કૃષિ વૈજ્ઞાનિકને ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ડો. એમ.એસ. સ્વામીનાથન લાંબા સમયથી વધતી ઉંમરને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. દેશ-વિદેશમાં પ્રતિષ્ઠિત સન્માનોની સાથે, ડૉ. સ્વામિનાથનનાં નામે ૮૧ ડોક્ટરલ સિદ્ધિઓ છે. તેની કારકિર્દી પર એક નજર કરીએ.
સ્વામીનાથનનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ ચેન્નાઈ (તે સમયે કુંભકોનમ, મદ્રાસ પ્રેસિડેન્સી)માં થયો હતો. તેના પિતા સર્જન હતા. સ્વામીનાથને મહારાજા કોલેજ, તિરુવનંતપુરમમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી અને કોઈમ્બતુર કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં બીએસસીની ડિગ્રી મેળવી છે. આ પછી, તેમણે વર્ષ ૧૯૪૯ માં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (ૈંછઇૈં) માંથી કૃષિ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી લીધી. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી સ્વામીનાથન કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. ૧૯૫૨માં તેમણે અહીંથી પીએચડી કર્યું. ૧૯૫૪માં ભારત આવ્યા અને ૈંછઇઝ્ર, નવી દિલ્હીના ફેકલ્ટી બન્યા. તેમણે ૧૯૬૧ થી ૧૯૭૨ સુધી ૧૧ વર્ષ સુધી અહીં ડિરેક્ટર તરીકે કામ કર્યું. કૃષિ વૈજ્ઞાનિક તરીકે સ્વામીનાથનને ઘણા પુરસ્કારો મળ્યા હતા..
ઘણા એવોર્ડ મેળવ્યા.. જેમાં ૧૯૬૧ માં, સ્વામીનાથનને જૈવિક વિજ્ઞાનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે એસએસ ભટનાગર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને ૧૯૭૧માં કોમ્યુનિટી લીડરશીપ માટે રેમન મેગ્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૮૬માં સ્વામીનાથનને વિશ્વ કક્ષાનો આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ સાયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના મહાન યોગદાનની માન્યતામાં, સ્વામીનાથનને ૧૯૮૭ માં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં તેમને યુનેસ્કોમાં મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૭માં તેમના નામ સાથે લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર ઉમેરવામાં આવ્યો. ડૉ. એમ.એસ. સ્વામીનાથનને વિશ્વભરની યુનિવર્સિટીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ૮૧ ડોક્ટરેટની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. સ્વામીનાથન ૨૦૦૭ થી ૨૦૧૩ સુધી રાજ્યસભાના સભ્ય હતા.
Recent Comments