સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વસ્ત્રદાન અભિયાન અંતર્ગત ગૃહરાજ્ય તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વસાહતીઓના ઘરે જઇને વસ્ત્રદાનની ટહેલ નાંખીને ગરીબો માટે વસ્ત્રો એકત્ર કર્યા હતા. સેક્ટર-૮માં ભાજપના શહેર પ્રમુખ ઋચિર ભટ્ટના ઘરેથી વસ્ત્ર એકત્રિત કરવાની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ હર્ષ સંઘવી વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. વસાહતીઓએ પણ આ પહેલને વધાવીને ગરીબો માટે વસ્ત્રોનું દાન કર્યું હતું.
હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ગરીબો માટે વસ્ત્રો એકત્ર કરી દાન કર્યુંભાજપના શહેર પ્રમુખ ઋચિર ભટ્ટના ઘરેથી કરી શરૂઆત

Recent Comments