fbpx
ગુજરાત

હર્ષ સંઘવીની બે દિવસ પહેલાની મુલાકાત બાદ આણંદ એસ.ટી. ડેપો મેનેજરને સસ્પેન્ડ

હર્ષ સંઘવીએ ગંદકી, સાફસફાઇ તેમજ મેનેજરની ગેરહાજરી મુદ્દે ઉધડો લીધો હતો

વાહનવ્યવહાર અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. હર્ષ સંઘવી તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા સ્થળોની સરપ્રાઇઝ વિઝીટ લેવામાં માટે જાણીતા છે. હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા આણંદ એસ.ટી. ડેપોની મુલાકાત લીધી હતી.જાે કે તેમની મુલાકાતના બે દિવસ બાદ એસ.ટી. ડેપો મેનેજર સસ્પેન્ડ થયા છે. હર્ષ સંઘવીની બે દિવસ પહેલાની મુલાકાત બાદ આણંદ એસ.ટી. ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ ગંદકી, સાફસફાઇ તેમજ મેનેજરની ગેરહાજરી મુદ્દે ઉધડો લીધો હતો. તપાસમાં ડેપો મેનેજરની ગંભીર બેદરકારી સામે આવી હતી.જે પછી વહીવટી કચેરીએ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળીને સસ્પેન્ડ કર્યા છે અને પેટલાદના ડેપો મેનેજર બી.ડી. રબારીને વધારાનો ચાર્જ સોંપાયો છે.

Follow Me:

Related Posts