fbpx
રાષ્ટ્રીય

હર કી પૂરીમાં આ વ્યક્તિ હિન્દુ રેસ્ટોરન્ટ ચલાવતો પકડાયો, અસલમાં આ મુસ્લિમ હતો!..

ઉત્તરાખંડમાં હર કી પૌડીની પાસે તીર્થયાત્રીઓ માટે ભોજનાલય ચલાવવા માટે પોતાની ઓળખ છૂપાવવા અને અલગ નામ રાખવાના આરોપમાં મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરાઈ. હિન્દુ ધાર્મિક સ્થળોનું મેનેજમેન્ટ કરનારા યુનિટના એક અધિકારીએ આ જાણકારી આપી. હર કી પૌડીનું મેનેજમન્ટ જાેનારી ગંગા સભાના પદાધિકારી ઉજ્જવલ પંડિતે કહ્યું કે સભાએ વ્યક્તિને પકડીને પોલીસને સોંપી દીધો છે. પંડિતે કહ્યું કે નગર નિગમના ઉપનિયમો મુજબ હર કી પૌડી ક્ષેત્રમાં બિન હિન્દુ પ્રવેશ કરી શકે નહીં. પોલીસ અધીક્ષક (નગર) સ્વતંત્રકુમારે કહ્યું કે વ્યક્તિ હાલ અટકાયતમાં છે અને મામલાની તપાસ થઈ રહી છે. પંડિતે દાવો કર્યો કે આરોપીએ પોતાની ધાર્મિક ઓળખ છૂપાવવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે આરોપીએ પોતાની ઓળખ ચુન્નુ જણાવી પરંતુ તેના આધાર કાર્ડમાં તેના પિતાનું નામ મોહમ્મદ મુનીર લખ્યું હતું. તેમણે જણાવ્યું કે આધાર કાર્ડથી ખબર પડે છે કે તે ઉત્તર પ્રદેશના મઉનો રહીશ છે.

Follow Me:

Related Posts