fbpx
ગુજરાત

હર ઘર તિરંગા અંતર્ગત ગુજરાતમાં ૩૫ કરોડના તિરંગાનું વેચાણ

રાજ્ય સરકારના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ સૌથી વધુ તિરંગા ખરીદવાનો ઉત્સાહ અમદાવાદીઓએ દર્શાવ્યો છે અને તે પાંચ લાખથી વધુ છે. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક લાખથી વધુ તિરંગા વેચાયાનો અંદાજ છે. આ સિવાય સૂરત શહેરમાં સાડા ત્રણ લાખ, રાજકોટમાં બે લાખ અને વડોદરામાં ૧.૫૦ લાખ જેટલાં તિરંગા વેચાયા છે. જાે કે આ તિરંગા નાગરિકોએ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે મર્યાદિત સંખ્યામાં ખરીદ્યા છે. જ્યારે સામૂહિક રીતે થયેલી ખરીદીનો આંકડો ખૂબ મોટો છે. સરકાર પણ લોકોને જાતે જ તિરંગા ખરીદીને તેને પોતાના ઘર પર લગાવવા માટે અપીલ કરે છે.

આઝાદીના અમૃત પર્વની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગુજરાતમાં અંદાજે ૩૫ કરોડ રૂપિયાથી વધુના તિરંગાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યાં પ્રમાણે હર ઘર તિરંગા અભિયાનને લોકોએ સ્વયંભૂ પ્રતિસાદ દર્શાવ્યો છે અને તેને કારણે તિરંગાનું ધૂમ વેચાણ થયું છે. ગુજરાતમાં સૌથી વધુ તિરંગાનું નિર્માણ સુરતમાં થયું છે અને તે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યાં છે. જ્યારે ખાદીના તિરંગાનો પણ આ દરમિયાન બમ્પર ઉપાડ થયો હોવાથી ખાદી ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગને પણ આ દરમિયાન લાભ મળ્યો છે.

સરકારના સૂ્‌ત્રો જણાવે છે કે રાજ્ય સરકારે પણ પોતાનાં ભવનો અને કચેરીઓ પર તિરંગો લહેરાવવા માટે વિશેષ ખરીદી ગ્રામોદ્યોગ અને મહિલાઓની સંસ્થાઓ પાસેથી કરી છે. સરકારની વિવિધ કચેરીઓએ પોતપોતાની રીતે આ ખરીદી કરી હોવાથી સરકારે કુલ કેટલાં રૂપિયાના ખર્ચે તિરંગા ખરીદ્યા તેનો અંદાજ હાલ આપવો મુશ્કેલ છે. તે સિવાય ભાજપના હોદ્દેદારોએ પણ પોતાની રીતે આ અભિયાનમાં સહયોગ આપવા માટે તિરંગા મોટા પ્રમાણમાં ખરીદીને તેનું વેચાણ કર્યું છે. ભાજપના સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં તિરંગાનું વિતરણ કરવા માટે પાર્ટીના સંગઠન અને વિવિધ નેતાઓએ કુલ ૧ કરોડ જેટલાં તિરંગા ખરીદ્યાં છે.

આ ઉપરાંત ઘણાં ખાનગી લોકોએ અને તેમાંય કોર્પોરેટ સેક્ટરથી માંડીને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓએ પણ સ્વૈચ્છિક રીતે તિરંગા વિતરણ માટે અને પોતાની કચેરીઓ પર લગાવવા માટે ખાનગી ઉત્પાદક એકમો પાસેથી તિરંગાની ખરીદી કરી છે. આવાં કુલ પંદર લાખ જેટલાં તિરંગાની ખરીદી ખાનગી લોકો અને સંસ્થાઓએ કરી છે.

Follow Me:

Related Posts