fbpx
ભાવનગર

હર ઘર તિરંગા અંતર્ગત હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ સૈનિકોને પાંચ લાખ રુપિયાનું દાન કર્યુ

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક નાગરીકની રાષ્ટ્રભાવનામાં વૃદ્ધી થાય એવા શુભાશયથી ૧૩-૧૪-૧૫ ઓગષ્ટ એમ ત્રણ દિવસ સુધી દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અનુરોધ કરીને *હર ઘર તિરંગા* એવું અણમોલ સુત્ર આપ્યું છે. ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર, લેખક, કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે છતાં એમણે આ સુત્રના સમર્થનમાં ત્યાંથી પોતાના સુરેન્દ્રનગરના નિવાસસ્થાને મોટી સાઈઝના રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરી હતી.

તદુપરાંત બે વિડિયો જાહેર કરી મોટી સંખ્યામાં પોતાના ચાહકો અને પ્રશંશકોને પણ પોતાના મકાનો પર ધ્વજ ફરકાવવા વિનંતી કરી હતી. આટલું કરીને અટકી જવાને બદલે ડો. જગદીશ ત્રિવેદીએ ૧૫ ઓગષ્ટ નિમિત્તે સૈનિકના રાહતફંડમાં *પાંચ લાખ રુપિયા* જેવી માતબર રકમનું દાન પણ કરેલ છે. ભારત સરકાર વતી દરેક જીલ્લા કલેક્ટર દ્રારા *સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ* ના નામથી આ ભંડોળ સ્વીકારવામાં આવે છે. તસ્વીરમાં ડો. જગદીશ ત્રિવેદી વતી એમના પુત્રવધુ  ડો. ઋષાલી મૌલિક ત્રિવેદી સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર શ્રી કે.સી. સંપટને પાંચ લાખ રુપિયાનો ચેક આપી રહ્યા છે.

આ પ્રસંગે વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, શ્રીમતિ નીતાબહેન જગદીશ ત્રિવેદી તેમજ ઝાલાવાડના બે કર્મનિષ્ઠ  શિક્ષકો શ્રી ભરતભાઈ દેવૈયા અને શ્રી કલ્પનાબહેન ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts