“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપની યોજાયેલ બેઠક
રાષ્ટ્રીય ભાજપ દ્વારા આગામી તા .૯ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ” હર પર તિરંગા ‘ કાર્યક્રમનુ આયોજન સમગ્ર ભારતમા કરવામા આવ્યુ છે . તે અંગર્ગત અમરેલી જીલ્લા ભાજપની એક મહત્વની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી . આ બેઠકમા ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંધાણી , પ્રદેશ ઉપાધ્યક્ષ અને પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફિયા , જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા તથા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા સૌરાષ્ટ્રના આ કાર્યક્રમના ઈન્ચાર્જશ્રી અભયભાઈ ચૌહાણ તથા શ્રી વી.વી.વધાસીયા , અશ્વિનભાઈ સાવલીયા , ઉપસ્થિત રહયા હતા .
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશમા ” હર પર તિરંગા ” કાર્યક્રમ ચાલી રહાં હોઈ સામાન્ય પ્રજાજનોમા જબરદસ્ત ઉત્સાહ છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દિલીપભાઈ સંઘાણી , શ્રી ગોરધનભાઈ તથા કૌશિકભાઈ એ માર્ગદર્શન આપ્યુ હતુ અને બધા કાર્યકર્તાઓને જવાબદારી સોંપી હતી.આગામી સમયમાં આ કાર્યક્રમ અંતર્ગત દરેક મંડલમા આગામી બેઠક યોજાશે .
૯ થી ૧૫ ઓગષ્ટ સુધીમા અમરેલી જીલ્લામા ઘરે ઘરે તિરંગા લહેરાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંદાજે ૧ લાખ કરતા વધારે તિરંગાનુ વિતરણ કરાશે . આઝાદીના ૭ ૫ વર્ષ પુરા થયા છે . ત્યારે રાષ્ટ્રભાવના અને લોકોના હૃદય સાથે જોડાયેલા આ કાર્યક્રમ છે ત્યારે દેશની શાન એવા તિરગો સંપૂર્ણ માન સન્માન સાથે અમરેલી જીલ્લાના ધરે ધરે લહેરાય તેવી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ અપીલ કરી છે તેવી અખબારી યાદી જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , રાજુભાઈ કાબરીયા અને પીઠાભાઈ નકુમે જણાવ્યુ છે
Recent Comments