fbpx
અમરેલી

હર ઘર તિરંગા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૨મી ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે

અમરેલી શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યુ છે. નાગરિકો પોતાના ઘરો-દુકાનો, કચેરીઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો સહિતની ઈમારતો પર તિરંગા લહેરાવવા માટે કટિબદ્ધ છે ત્યારે દેશપ્રેમના આ મહાપર્વમાં લોકોને વધુમાં વધુ સંખ્યામાં સહભાગી બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાગૃત્તિ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાનમાં અમરેલી નગરમાં આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૨મી ઓગસ્ટે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ તિરંગા યાત્રા સવારે ૯.૦૦ કલાકે અમરેલીના સિનિયર સીટીઝન્સ પાર્કથી પ્રસ્થાન કરશે. આ યાત્રા વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અને દેશભક્તિના ગીતોના તાલે પરત સિનિયર સીટીઝન્સ પાર્ક પર આવી સમાપ્ત થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોને જોડાવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી. પરમારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી નિમંત્રણ પાઠવ્યું છે.

Follow Me:

Related Posts