સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા સાંસદ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને અગત્યની મિટિંગ મળી હતી.
હર ઘર તિરંગા લગાવવામાં આવે તે તિરંગાના માન સન્માન માટેની વાત કૌશિકભાઈ દ્વારા કરવામાં આવી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા શહેર ભાજપ સંગઠન કતિબંધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ મીટીંગ માં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભુપેન્દ્રભાઈ બસિયા ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, સુરેશભાઇ પાનસૂરિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજુભાઇ નાગ્રેચા, શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Recent Comments