મોરબી એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, હળવદના કુભારપરામાં આરોપી વાલા પોપટભાઇ બાંભવા માદક પદાર્થ સાથે આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી કુભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે શકાસ્પદ કાર નબર જી.જે.૩૬ એસી ૭૭૮૨ રોકતા આરોપી વાલા પોપટભાઇ બાંભવા નીકળતા તેને અટકાવીને કારની તલાશી લીધી હતી. જેમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨૮૦ કિંમત, ૨૮૦૦ તથા રોકડા રુપીયા ૭૫૦ તથા મોબાઇલ નંગ- ૧ કિમત રૂપિયા ૫૦૦૦ મળી આવ્યા હતા.
જેથી પોલીસે કાર અને માદક પદાર્થના જથ્થા સહિત કુલ રૂપિયા ૧૦,૦૮,૫૫૦નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લો જાણે માદક પદાર્થોનું હબ બન્યો હોય તેમ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપાય રહ્યો છે. હજુ એક સપ્તાહ પહેલા વાંકાનેરમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યાં ફરી હળવદના કુભારપરામાંથી ગાંજાના જથ્થા સાથે એસઓજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે.


















Recent Comments