fbpx
સૌરાષ્ટ - કચ્છ

હળવદના ઢવાણા ગામે બે શખ્સોએ પિતા-પુત્રોને ઢોરમાર માર્યો, પિતા-પુત્રોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી

હળવદમાં ઢવાણા ગામે ‘કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધા’ કહીને બે ઇસમોએ પિતા અને તેના બંને પુત્રો પર હુમલો કર્યો હતો. તથા ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. બનાવની મળતી વિગત મુજબ ભુપત ગજાભાઇ ઉર્ફે ડાયાભાઇ રાઠોડે કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા અને દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા કનકસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રાત્રીના તેઓ અને તેમનો પુત્ર રણજીત એમ બંને તેમના ઘરે હાજર હતા. એ દરમિયાન આરોપીઓ ઘર પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ‘બહાર નીકળ’ જેથી બંને પિતા-પુત્ર બહાર જતા આરોપીઓએ ‘માઇનોર કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ છે’ તેમ કહીને અપશબ્દો બોલ્યાં હતા. જેથી ભુપતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી હતી. તેથી બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી વડે માર માર્યો હતો.

જેથી આસપાસના લોકો આવી જતા તેમના પુત્ર રણજીતને અને ભુપતભાઈને મારથી છોડાવ્યા હતા. જે બાદ બંને પિતા-પુત્ર તેમના ઘરે જતા રહ્યા હતા અને દરવાજાે બંધ કરી દીધો હતો. એ વખતે આરોપીઓએ કહ્યું હતું કે, જાે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ’ તેમ કહીને ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન તેમના ઘર પાસે પહોંચતા તેમનો દીકરો મહિપત વાડીએથી પાછો આવતો હતો. ત્યારે મહિપતને પણ કાલિકા કુમારે અટકાવીને અપશબ્દો બલ્યા હતા અને ધોકા વડે ઢોરમાર માર્યો હતો. જેથી મહિપતે પણ એ સમયે મોટરસાયકલ મૂકીને જીવ બચાવવા નાસી ગયો હતો. ત્યારે તેનો મોબાઇલ ક્યાંક પડી ગયો હતો અને તે ઘરે આવી ગયો હતો. આ સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ભુપતભાઈએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts