હળવદની દુર્ઘટના ના હતભાગીઓને મોરારિબાપુ ની સહાય
મોરબી જિલ્લાના હળવદ ખાતેની એક ફેકટરીમાં દિવાલ ધસી પડવાથી ૧૨ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રી હનુમાનજીની સાંતવના રુપે પ્રત્યેકના પરિવારજનોને રૂ.૫૦૦૦ ની સહાય મોરારિબાપુ એ મોકલાવેલ છે જે સુરેન્દ્રનગર ના રામકથા ના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે અને તે યાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં ૩૯ લોકોનાં મૃત્યુ થયાં છે. આ હતભાગી વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવી રહી છે. આ યાયાત્રામાં મ્રુત્યુ પામેલા લોકોને પણ સંવેદના રુપે પ્રત્યેકના પરિવાર ને સહાય પહોંચાડવમાં આવશે.તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.
Recent Comments