સૌરાષ્ટ - કચ્છ

હળવદમાં સામાજિક પ્રસંગમાં ટોપરાપાક ખાતા ૭૦ લોકો હોસ્પિટલમાં દાખલ

હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણ રાતડીયાના ઘેર શુભ પ્રસંગ હોવાથી ૨૦૦થી ૨૫૦ માણસોનો જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે મનભાવતા ભોજનીયા સાથે મીઠાઈમાં ટોપરપાક રાખવામાં આવ્યો હતો. જેમાં શુભ પ્રસંગે સૌ કોઈએ આનંદથી ભરપેટ ભોજન કર્યું હતું. જાેકે, ભોજન બાદ મહેમાનોને અજુગતા અનુભવો સાથે ફૂડપોઈઝનિંગ થઈ જતા સાંજ સુધીમાં ૭૦ જેટલા મહેમાનોને દવાખાનાના તેડા આવી ગયા હતા.

રાતભેર ગામેથી આવેલા મહેમાનોને પણ પેટમાં ગડબડ શરૂ થતાં માથક સહિતના આજુબાજુના ગામમાં ઉપરાંત હળવદ સુધી દવાખાને દોડવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શુભ પ્રસંગે જમણવારમાં હળવદના મીઠાઇના વેપારીને ત્યાંથી ટોપરાપાક ખરીદ કરવામાં આવ્યો હોય ફૂડ પોઇઝનિંગને કારણે આ વેપારીને પણ હાલમાં પરસેવા છૂટી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.હળવદના કુંભારપરા વિસ્તારમાં હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ટોપરાપાક ખાધા બાદ સ્થાનિક અને ૭૦ જેટલા મહેમાનોને ઝાડા – ઉલટી શરૂ થઈ જતા સરકારી અને ખાનગી દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા.

Related Posts