સૌરાષ્ટ - કચ્છ

હળવદ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો

રાજ્ય સરકાર દ્વારા પારકી જમીન પચાવી પાડનારા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ હળવદ તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો છે. ઢવાણા ગામે સરંભડાના યુવાનની છેલ્લા ૧૭થી ૧૮ વર્ષથી જમીનનો કબજાે કરીને લેનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જયંતી ધરમશીભાઈ બાવળીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઢવાણા ગામે રહેતા આરોપી સવજી ત્રીકુભાઈ કોળી જે જયંતી બાવળીયાની માલિકીની (સરવે નંબર ૪૫૬ પૈકી ૦૧ તથા ૪૫૬ પૈકી ૦૨ વાળી) જમીન પર ગેરકાયદેસર કબજાે કરી આ જમીન પર તારીખ ૦૧/૦૧/૨૦૦૩થી તારીખ ૦૨/૦૪/૨૦૨૧ સુધી ગેરકાયદેસર કબજાે રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ થઇ છે.

જેથી હળવદ પોલીસે પણ જમીન માફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ગુજરાત જમીન પચાવી પાડનાર પર (પ્રતિબંધ )અધિનિયમ-૨૦૨૦ની કલમ ૦૩,૦૪,(૦૧)(૦૩),૦૫(ગ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts