હળવદ દિવાલ ધરાશાયી કેસમાં છ આરોપીઓની અટકાયત કરાઈ

તા.૧૮ના રોજ બપોરના બાર વાગ્યાના અરસામાં હળવદ જી.આઇ.ડી.સી. ખાતે આવેલી સાગર કેમ એન્ડ ફુડ નામના મીઠાના કારખાનામાં શેડની દીવાલ એકા-એક ઘસી પડતા કારખાનામાં કામ કરતા બાર જેટલા શ્રમિકોના મૃત્યુ નિપજ્યા હતા. તેમજ બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગેની ઉંડાણપૂર્વક તપાસ કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરના આદેશ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરી હતી અને સમગ્ર ઘટનાની જીણવટભરી અને ઉંડાણપુર્વકની તપાસ કરવા સુચના આપી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવા આદેશ આપ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એસઓજી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.આલ, પીએસઆઇ પી.જી.પનારા, આર.બી.ટાપરીયા તથા એસઓજી અને એલસીબી તેમજ હળવદ પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે સીટમાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુમાં આ ગંભીર ઘટનામાં સીટની રચના સાથે જ સાગર સોલ્ટ દુર્ઘટનાના આરોપી અફજલ ઉર્ફે જીવો અલારખાભાઈ ઘોણીયા, વારીસ ઉફે દેવો અલારખાભાઈ ઘોણીયા, આત્મારામ કિશનરામ ઉફે કિશનરામ ચૌધરી, સંજય ચુનીલાલ આશરા, મનુ ઉફે મનોજ રેવાભાઈ છનુરા અને આશીક નુરમહમદ ઉર્ફે નુરાભાઈ સોઢાની પોલીસે ધરપકડ કરી છે. દુર્ઘટના સ્થળની એફ.એસ.એલ., રેવન્યુ ડીપાર્ટમેન્ટ ફેકટરી ઇન્સ્પેકટરની વિઝીટ કરાવવામાં આવતા જે દીવાલ એકા-એક ધરાશાઇ થયી હતી. તે દીવાલ પાયાવીહોણી હોવાનું તેમજ કોઇ પણ જાતના બીમ કોલમ કે આધાર વગરની સિમેન્ટના બેલાની બનાવી ફેકટરીના શેડના ભોયતળીયા પર સીધી જ ચણેલી હતી. જે બાબતે કારખાના માલીક, સંચાલકો તથા સુપરવાઇઝરો વગેરે સારી રીતે જાણતા હતા કે દીવાલ ખુબજ નબળી પાયા વિહોણી બનાવેલી છે. તેમ છતા તે દીવાલની લગોલગ દીવાલની ઉંચાઇ કરતા પણ વધુ ઉંચાઇ સુધી મીઠુ ભરેલી બોરીઓની ઉપરા છાપરી થપ્પીઓ મારેલી હતી. આ જગ્યાએ વધુ જથ્થો સ્ટોરેજ કરવાનું કામ ચાલુ રાખતા દીવાલ ઉપર મીઠાની બોરીઓ ઘસી આવતા દીવાલ ધરાશાઇ થયી હતી. જેના કારણે ૯ શ્રમિકો ૨ બાળશ્રમિકો તથા ૧ નાના બાળકે જીવ ગુમાવ્યો હતો. તેમજ એક બાળ શ્રમિકાને સામાન્ય ઇજા તથા એક શ્રમિકને ગંભીર ઇજા થઈ હતી. જે બાબતે કારખાના માલીક, સંચાલકો તથા જવાબદારો સામે આઈપીસી કલમ ૩૦૮,૩૦૪,૧૧૪ તથા બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનેયમની કલમ ૩(એ) તેમજ ૧૪ મુજબ ૮ ઇસમો તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
આ મામલે આગળની તપાસ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે હાથ ધરી મરણ જનારા શ્રમિકોના પરીવારના સભ્યોના નિવેદનો તેમજ જુદા-જુદા સરકારી વિભાગો પાસેથી સત્વરે રીપોર્ટ મંગાવવામાં આવ્યા છે. આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એસઓજી પીઆઇ જે.એમ.આલ પોલીસ, હળવદ પીઆઇ કે.જે.માથુકીયા, એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ ચુડાસમા,એસઓજી પીએસઆઇ પી.જી.પનારા, હળવદ પીએઆઈ આર.બી.ટાપરીયા, વી.આર.શુકલ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સંદીપસિંહ દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરી ઊંડાણપૂર્વકની તપાસ કરવા સૂચના આપી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા આદેશ આપ્યો હતો, જે અન્વયે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા એસઓજી પોલીસ ઇન્સપેક્ટર જે. એમ. આલ, પીએસઆઇ પી. જી. પનારા, આર. બી. ટાપરીયા તથા એસઓજી, એલસીબી તેમજ હળવદ પોલીસ સ્ટાફને સીટમાં સામેલ કરવામાં આવ્યા છે.હળવદના જીઆઈડીસી વિસ્તારમાં મીઠાના કારખાનાની દીવાલ પડી જતા ૧૨ લોકોના મોત થયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જીઆઇડીસીમાં ૧૨ શ્રમિકોનો જીવ લેનારી સાગર સોલ્ટની કાળમુખી દીવાલમાં પાયા જ ન ભરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ બન્યું છે. ત્યારે આ ગંભીર બનાવની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આ મામલે પોલીસે ૬ બેજવાબદાર આરોપીઓની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
Recent Comments