ગરમીનો પારો દિવસેને દિવસે વઘી રહ્યો છે ત્યારે એવરેજ 42થી 44 ડીગ્રી આસપાસ ગરમી પડી રહી છે ત્યારે આગામી 5 દિવસ માટે ફરી ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેશે. અત્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ, કચ્છ ઉત્તર ગુજરાતમાં આગ ઓકતી ગરમી પડી રહી છે તેવામાં સૂકા પવનો વધુ ગરમ હવા ફેંકશે ઉપરથી શહેરમાં ગ્લોબલ વોર્મિગની ગરમી જેમાં મોટા વાહનો, ચાલતા એસી વગેરે ઉપરાંત ઉભા થતા સતત કોંક્રિટના જંગલો કે જેમાં આપણે વૃક્ષો વાવવાનું જ ભૂલી રહ્યા છીએ જેથી ગરમી પડી રહી છે.
આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્ર નગર વિસ્તારમાં 44 ડીગ્રી આસપાસ પડી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં 45 ડીગ્રી ગરમી પડી શકે છે. ખાસ કરીને આજે સુરેન્દ્ર નગરમાં 44.3 ડીગ્રી નોંધાયું છે જ્યારે ગઈ કાલની જેમ જ અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી ગરમી પડી હતી. આ તાપમાન હજુ વધી શકે છે.
આગામી સમયમાં આ ગરમી સૂકા પવનોથી વધુ વધી શકે છે. સૂકા પવનના કારણે તાપમાન 45 ડીગ્રી પહોંચી શકે છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં અને જિલ્લાઓમાં પણ વાતાવરણ ગરમ રહ્યું હતું ભાવનગરમાં 40.5 ડીગ્રી જ્યારે કંડલા, સુરતમાં 40 ડીગ્રી જ્યારે અન્ય મોટા શહેરોમાં42 ડીગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતું.
Recent Comments