હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ હિટવેવની આગાહી કરાઇ હતી. જાે કે આજે અમરેલી પંથકમા સવારે આકાશમા વાદળાે ઘેરાયા હતા
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ હિટવેવની આગાહી કરાઇ હતી. જાે કે આજે અમરેલી પંથકમા સવારે આકાશમા વાદળાે ઘેરાયા હતા. બપાેર થતા સુધીમા અહી તાપમાન ઉંચકાઇને 42.4 ડિગ્રી સુધી પહાેંચી ગયુ હતુ. જેને પગલે કાળઝાળ ગરમી પડી હતી. તાે હવામા ભેજનુ પ્રમાણ વધતા લાેકાેએ ઉકળાટનાે અનુભવ પણ કર્યાે હતાે. અમરેલીમા પાછલા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. આજે સવારથી આકાશમા વાદળાે ઘેરાયા હતા અને દસેક વાગ્યા સુધી વાતાવરણ વાદળછાયુ જાેવા મળ્યું હતુ.
જાે કે બાદમા બપાેર થતા સુધીમા અહી આકરાે તાપ પડયાે હતાે. આજે શહેરનુ મહતમ તાપમાન 42.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.2 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ વધીને 64 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 6 કિમીની રહી હતી.
સતત પડી રહેલી કાળઝાળ ગરમીથી લાેકાે ત્રાહિમામ પાેકારી ઉઠયાં છે. બપાેરના સુમારે જાણે આકાશમાથી અગનવર્ષા થતી હાેય તેથી માર્ગાે પણ સુમસામ જાેવા મળી રહ્યાં છે. અહી આ કરા તાપની વચ્ચે ભેજનુ પ્રમાણ પણ વધ્યુ હાેવાથી લાેકાેએબફારાનાે પણ અનુભવ કર્યાે હતાે. આકરી ગરમીથી બચવા લાેકાે ઠંડાપીણાનાે સહારાે લેતા નજરે પડી રહ્યાં છે. તાે બપાેરના સુમારે બજારમા પણ લાેકાેની ચહલપહલ ઓંછી જાેવા મળી રહી છે.
Recent Comments