fbpx
ગુજરાત

હવેથી આરટીઓમાં માત્ર લાઈસન્સના ટેસ્ટ તેમજ વાહનના ફિટનેસ માટે જ રૂબરૂ જવું પડશે

નવી સિસ્ટમ મુજબ આધારકાર્ડ સાથે જે વ્યક્તિનો મોબાઈલ નંબર નોંધાયેલો હશે તેની સાથે જ વાહન માલિકના ડેટા મેચ કરી આધારકાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ડેટા વેરીફાઈ થતાં કામગીરી આગળ વધશે. આરટીઓમાં માત્ર વાહનોના ફિટનેસ અને ટેસ્ટ ટ્રેક પર લાઇસન્સ માટેના ટેસ્ટ આપવા જવું પડશે. અગાઉ કેટલીક સેવા ફેસલેસ કરાઇ હતી. તેમાં મોબાઇલ નંબર પર ઓટીપી આવતા હતા. એજન્ટ એક નંબર પર જ કામગીરી કરતા હોવાથી વાસ્તવિક ઉમેદવાર કામ કરે છે કે નહીં તે જાણી શકાતું ન હતું. હવે આ પ્રથા બંધ થશે.રાજ્ય સરકાર દ્વારા આરટીઓમાં સારથી અને વાહનને લગતી તમામ કામગીરી ફેસલેસ કરી છે. નવું લાઇસન્સ કઢાવવા ટ્રેક પર ટેસ્ટ આપવા સિવાય અન્ય કોઈ કામગીરી માટે નાગરિકોએ આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે. આ સાથે આરટીઓએ ઓનલાઇન સુવિધા મોબાઇલ ઓટીપીથી કાર્યરત હતી તે બંધ કરી આધારકાર્ડ લિન્કઅપ ઓટીપીથી કાર્યરત કરી છે. રાજ્યની તમામ આરટીઓમાં સોમવારથી નવી સિસ્ટમ કાર્યરત થઇ છે. જાેકે જે વ્યક્તિને મેન્યુઅલી અને આરટીઓમાં રૂબરૂ કાર્યવાહી કરવી હશે તેમને છૂટ અપાઈ છે.

Follow Me:

Related Posts