ગુજરાત

હવે અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને VIP દર્શન થતો હોવાનો આક્ષેપકોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે કહ્યું, “મંદિરમાં ૫૦૦૦ રૂપિયા આપીને ફૈંઁ દર્શન થાય છે”

ખેડા જિલ્લામાં આવેલા ડાકોર મંદિરમાં ફૈંઁ દર્શનના વિવાદ બાદ અંબાજી મંદિરમાં પણ રૂપિયા આપી દર્શનનો વિવાદ સામે આવ્યો છે. અંબાજી મંદિરમાં રૂપિયા આાપીને ફૈંઁ દર્શન થતો હોવાનો આક્ષેપ કરાયો છે. અંબાજી મંદિરને લઈને કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે કે, અંબાજી મંદિરમાં ૫૦૦૦ રૂપિયા આપીને ફૈંઁ દર્શન થાય છે. રુપિયા પાંચ હજાર આપી ગર્ભગૃહમાં ફૈંઁ નજીકથી દર્શન કરવાતા હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક મહિનાથી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને ગર્ભગૃહમાં ફૈંઁ દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે પાંચ હજાર રુપિયા દાન પેટે આપવામાં આવે તો એક રિસિપ્ટ આપવામાં આવે છે. તે રિસિપ્ટ ટેમ્પલ ઇન્સપેક્ટરને બતાવીને મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરાવવામાં આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરનો વહીવટ કથળવાનો આક્ષેપ કરાયો છે.

Related Posts