દેશમાં પહેલીવાર એવું બનશે કે કોઇ પ્રાઇવેટ કંપની એરક્રાફ્ટ મેન્યૂફેકચરીંગથી માંડીને અસેંબલિંગ, ટેસ્ટીંગ, કવોલીફાઇંગ, ડિલીવરી અને મેઇન્ટેનન્સનું કામ કરશે. એ રીતે જાેઇએ તો મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં એરક્રાફટ મેન્યૂફેકટરીંગ સેક્ટરમાં આ પહેલો પ્રોજેક્ટ હશે. ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાએ ટવીટ કરીને જાણકારી આપી છે કે ઝ્ર૨૯૫ એરક્રાફટ બનાવવા માટે છૈંઇમ્ેંજી અને ્છ્છ વચ્ચે કરાર થયો છે. તેમણે લખ્યું કે ભારતમાં એવિએશન અને એવિઓનિક્સ પ્રોજેક્ટસને ખોલવાની દિશામાં આ એક મોટું પગલું હશે. આ વિમાન ભારતમાં બનવાને કારણે દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સપ્લાય ચેઇન તૈયાર થશે. જે મેક ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે.દેશની સેના માટે ટ્રક બનાવતું ટાટા ગ્રુપ હવે આપણા સરહદ રક્ષકો માટે વિમાન બનાવશે. આવું કરવાવાળી આ પહેલી ખાનગી કંપની હશે. રતન ટાટાએ જાતે ટવીટ કરીને આ જાણકારી આપી છે.
દેશમાં પહેલીવાર એવું બનશે કે કોઇ પ્રાઇવેટ કંપની વાયુસેના માટે વિમાન બનાવશે. રતન ટાટાએ કહ્યું કે આને કારણે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે. ટાટા ગ્રુપની કંપની ટુંક સમયમાંજ દેશની વાયુસેના માટે વિમાન બનાવશે એના માટે કંપનીએ છૈહ્વિેજની સાથે કોન્ટ્રાકટ કર્યો છે, આ બાબતની જાણકારી રતન ટાટાએ આપી છે. ભારતીય વાયુસેના છૈંઇમ્ેંજી પાસેથી ૫૬ ઝ્ર૨૯૫ એરક્રાફ્ટ ખરીદશે, જેમાંથી ૪૦નું નિર્માણ ્ટ્ઠંટ્ઠ છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ જીઅજંીદ્બ કરશે. જયારે ૧૬ વિમાનોની ડિલીવરી છૈંઇમ્ેંજી ફલાઇ અવે કંડશીનમાં કરશે. આ ટ્રાન્સ્પોર્ટ વિમાન વાયુસેનાના હાલના છફઇર્ં વિમાનના કાફલાનું સ્થાન લેશે. વાયુસેના માટે સ્થાનિક સ્તરે અત્યાર સુધી એરક્રાફટ બનાવવાનું કામ મુખ્ય રીતે હિંદુસ્તાન એરોનોટિક્સને મળતું હતું.
પરંતુ પહેલીવાર એવું થશે કે કોઇ ખાનગી કંપની વાયુસેના માટે હવાઇ જહાજ બનાવશે. છૈંઇમ્ેંજી વાયુસેનાને ૧૬ વિમાનોનો પુરવઠો આ કોન્ટ્રાક્ટ લાગૂ થયાના ૪ વર્ષમાં કરશે. આ વિમાન એક સમયે ૭૧ સૈનિકો અથવા ૫૦ પેરા ટ્રૂપર્સને લઇ જવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહી પણ તેનો ઉપયોગ મેડિકલ સ્થળાંતર, લોજિસ્ટિક, સ્પેશિયલ મિશન, આપત્તિ વ્યવસ્થાપન, સમુદ્રી સીમાની રખેવાળી માટે કામ આવે છે. આની ખાસ વાત એ છે કે તે નાની હવાઇ પટ્ટીઓની સાથે સાથે દુર્ગમ વિસ્તારમાં પણ ઉડાન ભરી શકે છે, જયાં યોગ્ય હવાઇ પટ્ટી ન હોય. આ બધા વિમાનોમાં સ્વદેશી ઇલેકટ્રોનિક વેરફેર સ્યૂટ્સની સુવિધા હશે.
Recent Comments