હવે આમ નહીં વેચી શકાય કોન્ડોમ, માસ્ક અને ચશ્મા!, શું છે નવો નિયમ? જાણો..

હવે દરેક દુકાન પર કોન્ડોમ અને માસ્ક વેચવું અઘરું બની જશે. આ માટે રજિસ્ટ્રેશનની જરૂર પડશે. તબીબી ઉપકરણ નિયમોમાં સંશોધનનું માનીએ તો, થર્મોમીટર, કોન્ડોમ, ફેસ માસ્ક, ચશ્મા અથવા કોઇ પણ તબીબી ઉપકરણ વેચનાર તમામ સ્ટોર માલિકોને સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બનશે. આ નવા નિયમથી મેડિકલ ડિવાઇસનો રેકોર્ડ રાખવામાં સરળતા રહેશે. એક અહેવાલ અનુસાર, નવા મેડિકલ ડિવાઇસ નિયમો હેઠળ લાયસન્સ લેનારને બતાવવું પડશે કે, તેની પાસે જરૂરી સંગ્રહ માટે યોગ્ય જગ્યા છે અને તેની પાસે જરૂરી તાપમાન અને પ્રકાશની પણ વ્યવસ્થા છે. મેડિકલ સ્ટોર્સને બે વર્ષના સમયગાળા માટે ગ્રાહકો, દવાઓની બેચ અથવા ઉપકરણોની સંખ્યાનો રિકોર્ડ મેન્ટેન કરવો પડશે, જ્યારે એક જ રજીસ્ટર્ડ નિર્માતા અને આયાકાર પાસેથી જ ઉપકરણ ખરીદવા પડશે.
મેડિકલ સ્ટોર્સને સક્ષમ ટેકનીકલ કર્મચારીઓની માહિતી પણ આપવી પડશે. મેડિકલ સ્ટોર્સે બતાવવું પડશે કે, તેની પાસે એક રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે અથવા ફરી તેનો કર્મચારી ગ્રેજ્યુએટ છે અને તેની પાસે મેડિકલ ડિવાઇસ વેચવાનો એક વર્ષનો અનુભવ છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીના ફોરમ કોર્ડિનેટર રાજીવ નાથનું કહેવું છે કે, તે સારી વાત છે કે સૂચનામાં અમારી મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સાથે જ તેમાં કહેવામાં આવ્યું છે કે જેમની પાસે મેડિકલ ઉપકરણો વેચવાનો અનુભવ છે, તેઓ આ કામ ચાલુ રાખી શકે છે.
તેમણે કહ્યું કે, એક ફુલપ્રૂફ રેકોર્ડ-કીપિંગ પદ્ધતિ તૈયાર કરવાની જરૂરિયાત હોઇ શકે છે. નોંધનીય છે કે, આ રજીસ્ટ્રેશન ત્યાં સુધી કાયમી ધોરણે માન્ય રહેશે જ્યાં સુધી દર પાંચ વર્ષમાં ૩ હજાર રૂપિયાની રિટેન્શન ફીની ચૂકવણી કરાતી રહેશે અથવા ત્યાં સુધી કે રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા સસ્પેન્ડ કે રદ કરવામાં ન આવે. સરકારી સૂચન અનુસાર, લાયસન્સ ઓથોરિટીને ૧૦ દિવસની અંદર અરજીનું નિકાલ કરવું પડશે. જાે અરજી નકારવામાં આવે તો ઓથોરિટીએ લેખિતમાં કારણ જણાવવું પડશે. જાે રજીસ્ટ્રેશન ન થાય તો અરજદાર અસ્વીકૃતિના ૪૫ દિવસની અંદર રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. .જાેકે, હાલના મેડિકલ સ્ટોર, સ્ટોકિસ્ટ અને જથ્થાબંધ વેપારીઓ માટે રજીસ્ટ્રેશન જરૂરી નથી.
Recent Comments