ગુજરાત

હવે એક વોર્ડમાં ચાર કોર્પોરેટર માટેની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ગુજરાત રાજ્યમાં ૬ મનપામાં કોંગ્રેસનો કારમી રકાસ થયો છે. ત્યારે મારવાના વાંકે જીવી રહેલી કોંગ્રેસને સુપ્રીમકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. હાલમાં જ ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી બાબતે પણ ગુજરાત કોંગ્રેસને સુપ્રીમે ફટકો આપ્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસને જાણે પડતા પર પાટુ માર્યું હોય તેમ બીજાે મોટો ઝાટકો આપ્યો છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા એક વોર્ડમાં ચાર કોર્પોરેટર ન રહી શકે તે મુદ્દે અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. હવે એક વોર્ડમાં ચાર કોર્પોરેટર રહી શકશે. ચાર કોર્પોરેટર મુદ્દે સુપ્રીમ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો આપ્યો છે.

Related Posts