fbpx
રાષ્ટ્રીય

હવે એર ઇન્ડિયાની ચાર કંપનીઓનું મોનેટાઇઝેશન શરૂ કરાશે

૩૧ ઓગસ્ટના રોજ એર ઇન્ડિયા પર કુલ ૬૧,૫૬૨ કરોડ રૃપિયાનું દેવું છે. જે પૈકી ૧૫૩૦૦ કરોડ રૃપિયાનું દેવું ટાટા સન્સ હોલ્ડિંગ કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ ચુકવશે. જ્યારે બાકીનું ૪૬,૨૬૨ કરોડ રૃપિયાનું દેવું એઆઇએએચએલને ટ્રાન્સફર કરવામાં આવશે.એર ઇન્ડિયાના ખાનગીકરણ પછી હવે એલાયન્સ એર સહિતની એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓ અને ૧૪૭૦૦ કરોડ રૃપિયાથી વધુની કીંમતની જમીન અને બિલ્ડિંગની મોનેટાઇઝિંગની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે તેમ ડીઆઇપીએએમ(ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ)ના સચિવ તુહિન કાંતાએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારે આઠ ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે ટાટા સન્સે ૧૮૦૦૦ કરોડ રૃપિયામાં દેવાના બોજામાં દબાયેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાને ખરીદવાની બિડ જીતી લીધી છે. જેમાં ૨૭૦૦ કરોડ રૃપિયાનું કેશ પેમેન્ટ અને ૧૫,૩૦૦ કરોડ રૃપિયાથી વધુનું દેવું સામેલ છે. આ સોદો ડિસેમ્બરના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે. પાંડેયે જણાવ્યું હતું કે હવે ડીઆઇપીએએમ એર ઇન્ડિયાની સહાયક કંપનીઓના મોનેટાઇઝેશન અંગે કાર્ય શરૃ કરશે. આ સહાયક કંપનીઓ હાલમાં ભારત સરકારની એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ(એઆઇએઅચએલ) પાસે છે. એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓમાં એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ લિમિટેડ(એઆઇએટીએસએલ), એરલાઇન એલાઇડ સર્વિસિસ લિમિટેડ(એએએસએલ), એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ(એઆઇઇએસએલ) અને હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts