ખાનગી તબિબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જેમાં ૨૬ થી ૨૯ ફેબ્રુઆરી સુધી ઁસ્ત્નછરૂ સારવાર બંધ રહેશે. ઁસ્ત્નછરૂના બાકી નાણાં મુદ્દે સરકારની બેઠક નિષ્ફળ ગઇ છે. અન્ય હોસ્પિટલને બંધમાં જાેડાવા એલાન કર્યુ છે.તેમાં ખાનગી હોસ્પિટલમાં માત્ર ઇમરન્સી સેવાઓ જ આપશે. ખાનગી હોસ્પિટલમાં જાેડાવા અન્ય ૧૦૦થી વધુ હોસ્પિટલએ તૈયારી બતાવી છે. ખાનગી હોસ્પિટલના તબીબો બંધમાં જાેડાઈ વિરોધ કરશે.
ગાંધીનગર ખાતે ૨૧મી ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલ હેલ્થ સેક્રેટરી, હેલ્થ કમિશનર અને પીએમજેએવાયના ગુજરાતના અધિકારી, બજાજ ઈન્સ્યોરન્સના અધિકારીઓ તેમજ ખાનગી હોસ્પિટલ એસો.ના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી, બેઠકમાં અધિકારીઓએ હોસ્પિટલના બાકી નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના ઉકેલનો પ્રયાસ કરાઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો પણ નિરાકરણ ક્યારે આવશે એની બાંયધરી આપી નહોતી. તબીબોએ કહ્યું કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બીજી ફેબ્રુઆરીએ વાયદો કર્યો હતો કે, ૩૦૦ કરોડ જેટલું જે પેમેન્ટ બાકી છે,
દરેક હોસ્પિટલને ત્રણ દિવસમાં જ પેન્ડિંગ પેમેન્ટ માટેના પેશન્ટ વાઈઝ ડેટા ઈમેલ દ્વારા જાણ કરાશે અને આઠથી દસ દિવસમાં બધુ બાકી પેમેન્ટ આવી જશે, પણ તેના ૨૦ દિવસ પછીયે કોઈ પણ ઈ-મેઈલ હોસ્પિટલને મળ્યો નથી અને પેમેન્ટ પણ માત્ર ૫થી ૧૦ ટકા જ અપાયું છે. તબીબોનું કહેવું છે કે, છેલ્લે બેઠક મળી તેમાં અધિકારીઓ એવું કહે છે કે, ૧૨૦ કરોડ જેટલું પેમેન્ટ બાકી છે, આમ બંને બેઠકમાં બાકી પેમેન્ટ વિશે વિરોધાભાસ છે.
Recent Comments