હવે ચંદ્રયાનની મુલાકાત આ નવરાત્રિ દરમિયાન..સાવરકુંડલાના દેવળા ગેઈટ પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે.. દર વર્ષની જેમ આ વર્ષે સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રાંગણમાં નવરાત્રિ દરમિયાન જોવા મળશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પરત કરે એ વનમાળી..
આમ તો આ શ્રી કૃષ્ણ ગૌશાળા એટલે લુલી – લંગડી, અંધ અને બિમાર ગાયો માટેનું આશ્રય સ્થાન.. આ ગૌશાળાના નિભાવ માટે દર વર્ષે ગૌશાળાના સભ્યો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિ વર્ષ કંઈક નવું સંશોધનાત્મક અને મનને શાંતિ મળે તેવા અલગ અલગ ફ્લોટ બનાવી લોકો માટે પ્રદર્શન અર્થે ખુલ્લા મૂકવામાં આવે છે.
આ સંસ્થાના પ્રમુખ શ્રી રાજુભાઈ બોરીસાગર મંત્રી શ્રી બળવંતભાઈ મહેતા સમેત ટીમના સભ્ય નટુભાઈ વઢવાણા, વિનુભાઈ માલસિકા, જયંતીભાઈ ભાલીયા, ભરતભાઈ પરમાર, કનુભાઈ માળવી, કિશોરભાઈ મિસ્ત્રી, પ્રકાશભાઈ મૈસુરીયા શિક્ષક ગેડીયાભાઈ, હર્ષદભાઈ ચુડાસમા તથા સેવાના ભેખધારી ગીરીશભાઈ મિસ્ત્રી વગેરે આ અભિયાનને સફળ બનાવવા તનતોડ મહેનત કરતાં જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ની ભવ્ય તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આમ તો શ્રી કૃષ્ણ ગૌશાળામાં આશ્રિત લુલી- લંગડી, અંધ અને બીમાર ગાયોના નિભાવ માટે ગૌશાળાના સભ્યો દ્વારા નવરાત્રી મહોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરતા હોય છે. દર વર્ષે નવરાત્રી મહોત્સવમાં અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવે છે જેમાં સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ફ્લોટ જો બન્યો હોય તો એ ઉડતા હનુમાન છે. આ વખતે ભારતની શાન કહી શકાય તેવો ફ્લોટ બનાવવામાં આવશે ચંદ્રયાન ઉડાન ફ્લોટ આબેહૂબ બનાવવા માટે સભ્યો દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવે છે
તે ખરેખર કાબિલે તારીફ જ ગણાય. અત્રે ચિંતાનો વિષય એ છે કે ભારતની ઈસરો સંસ્થા શ્રી કૃષ્ણ ગૌશાળા ઉપર કોપીરાઈટનો દાવો ન કરે એ સતાવી રહી છે!! જો કે આ તો આ પ્રતિકૃતિની બ્લ્યુ પ્રિન્ટ જોતાં ખાલી ઉદ્ગાર છે.!! શ્રીકૃષ્ણ ગૌશાળા પ્રમુખ રાજુભાઈ બોરીસાગર મંત્રી બળવંતભાઈ મહેતા તેમજ ગૌશાળાના હોદ્દેદાર અને આ ચંદ્રયાનની ઉડાનના નિર્માતા નટુભાઈ વઢવાણા, વિનુભાઈ માલસિકા, જયંતીભાઈ ભાલીયા, ભરતભાઈ પરમાર, કનુભાઈ માળવી, કિશોરભાઈ મિસ્ત્રી, શોરાવાડી સોસાયટીના ઉપપ્રમુખ પ્રકાશભાઈ મૈસુરીયા અને શિક્ષક ગેડીયાભાઈ, હર્ષદભાઈ ચુડાસમા, સેવાના ભેખધારી ગીરીશભાઈ મિસ્ત્રી વગેરે આ પ્રોજેક્ટને સાકાર સ્વરૂપ આપવા માટે તનતોડ મહેનત કરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે આવી સંસ્થાઓમાં કરેલું દાન કદી પણ વ્યર્થ નથી જતું.. ઉપર બેઠેલો પરમાત્મા આ બાબતોની નોંધ ખૂબ ચોક્કસાઈથી રાખે છે. તો આ નવરાત્રિ દરમિયાન તમામ ધર્મપ્રેમી જનતાએ આવી સંસ્થાની મુલાકાત લઈને શક્ય એટલું આર્થિક યોગદાન આપવું જોઈએ..
Recent Comments