અમરેલીના જેશીંગપરાના શીવાજી ચોકમાં લગભગ ૪૦ વર્ષથી નાનો મોટો ધંધો કરીને આજીવીકા રળતા ગરીબ કેબીનધારકોને હાઈકોર્ટે દુકાન બાંધવા માટે વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ એવો ચુકાદો આપેલ હતો. આના અનુસંધાને અમરેલી નગરપાલિકાએ વખતોવખત ઠરાવો કરી તેમને તેમની કેબીનોની જગ્યાએ જ જમીન ફાળવવા નર્ણયિ કરેલ. ત્યારબાદ નગરપાલિકાએ અમરેલી જીલ્લાના કલેકટરશ્રીને આ જમીન નગરપાલિકાને સોંપવા દરખાસ્ત કરેલ. જીલ્લા કલેકટરશ્રીની કચેરી દ્ધારા આ દરખાસ્ત અંગે પોઝીટીવ અભિપ્રાય સાથે ગુજરાત સરકારના મહેસુલ ખાતાને વિગતવાર દરખાસ્ત કરી હતી. આ માટેના સબંધીત – માર્ગ અને બાંધકામ, જી.ઈ.બી., પોલીસ ડીપાર્ટમેન્ટ, વન ખાતું – એમ તમામ વિભાગોનો અભિપ્રાય પોઝીટીવ હતો. નગરપાલિકાએ કલેકટર કચેરીની સુચના મુજબ આ દુકાનોના તળીયાની જમીનની કિંમત પ્રત્યેક દુકાન દીઠ રૂા.૯૦,૦૦૦/– ઠેરવેલ. કેબીનધારકોએ આ જગ્યાએ પાકી દુકાનોનું બાંધકામ શરૂ કરેલ. આ ચણતર કામ નવ મહિનાથી પણ વધુ સમય ચાલ્યું પણ તે દરમ્યાન નગરપાલિકા કે જીલ્લા કલેકટરશ્રી દ્ધારા આ બાંધકામ નહીં કરવાની કે બંધ રાખવાની સુચના દુકાનદારોને આપી નહોતી.
દુકાનોના બાંધકામ બાદ, બધાં જ કેબીનધારકોએ પોતાની દુકાનોમાં ધંધો શરૂ કરી દીધેલ. પરંતુ, લગભગ ચાર મહિના પછી તંત્ર હરકતમાં આવ્યું અને દુકાનદારોને નોટિસ આપી જાણ કરી કે, તમને જમીન ફાળવવાની દરખાસ્ત સરકારના મહેસુલ ખાતાએ નામંજુર કરી છે. જે કેબીનધારકો માટે પોતે જમીન આપવી જોઈએ તેવી દરખાસ્ત કરનાર વહીવટી તંત્રે એજ કેબીનધારકોની આ દુકાન પર સીલ મારી દીધા અને દુકાનધારકો ઉપર લેન્ડ ગ્રેબીંગનો કાયદો લગાડયો. તંત્રના આવા તાલીબાની નર્ણયિ સામે દુકાનદારોએ હાઈકોર્ટમાં દાદ માંગી અને પહેંલી જ સુનાવણીમાં હાઈકોર્ટે આ દુકાનોના ડીમોલીશન સામે કાયમી સ્ટે આપ્યો. હાઈકોર્ટની આ દરમ્યાનગીરી પછી પણ તંત્ર દ્ધારા આ દુકાનોના સીલ ખોલવામાં આવ્યાં નહી અને ગરીબ કેબીનધારકો હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં, આ દુકાનોમાં પોતાનો વેપાર–ધંધો કરી શકતા નહોતાં. ફરી દુકાનધારકોએ હાઈકોર્ટમાં દાદ માંગતા હાઈકોર્ટે આજે આ દુકાનદારોને તેમની દુકાનમાં ધંધો કરવાની છુટ આપી છે.
આ અગાઉ, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે બે વખત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળીને આ દુકાનોને કાયદેસર કરવા માટેની કાર્યવાહી કરવા રજુઆત કરી છે. આજના આ ચુકાદા બાદ, ડો. કાનાબારે અમરેલી જીલ્લા કલેકટરશ્રીને પત્ર લખીને આ દુકાનોને કાયદેસર કરવા માટે જીલ્લાનું વહીવટી તંત્ર પહેલ કરે અને ગરીબ કેબીનધારકોને થતો અન્યાય દુર કરે તેવી વિનંતી કરી છે
Recent Comments