તસવીર છે સાવરકુંડલા તાલુકાની વીજપડી મેરીયાણા રોડની જિલ્લા પંચાયતના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી રોડની બંને બાજુ બાવળો તેમજ વન તુલસીનો વધારે પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે આ રસ્તા ઉપર વન્ય પ્રાણીની અવરજવર હોય છે તેમજ રસ્તે ચાલી જતા મુસાફરો તેમજ વાહન ચાલકો ખૂબ જ પરેશાનીમાં છે કારણ કે વળાંકમાં આવતો વાહન દેખાતા નથી હોતા જેને કારણે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના આ તસવીરમાં જણાય આવે છે કારણ કે રોડના ભાગમાં બાવળનું સામ્રાજ્ય વધારે પ્રમાણમાં હોય તો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી હટાવવા લોકમાંગ ઉઠી છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
હવે તો જિલ્લા પંચાયતના અધિકારીઓ આંખ ખોલો.

Recent Comments