fbpx
રાષ્ટ્રીય

હવે નેશનલ-એક્સપ્રેસ વે પર ટોલની આવી રહી છે નવી પોલિસી!, ફક્ત આ લોકોને થશે ફાયદો?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર કાર ચાલકો માટે જલ્દી જ લાવી રહ્યા છે એક નવી ટોલ પોલિસી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે નવી પોલિસી અમલમાં આવ્યા બાદ નેશનલ હાઇવેના ટોલટેક્સના દરો ઘટી શકે છે. જાેકે આ બાબતે કોઈ સત્તવાર જાહેરાત થઇ નથી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, જાે તમે નાની કારનો ઉપયોગ કરો છો, તો નવી પોલિસી પ્રમાણે નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર તમારે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ ફાયદો માત્ર નાની કારધારકોને જ મળશે કે જે કારથી રસ્તાને ઓછું નુકસાન થવાની સંભાવના હોય છે. તેથી તેનો ટેક્સ પણ મર્યાદિત હશે. અસલમાં નાના વાહનોને કારણે રોડને ઓછું નુકસાન થાય છે, તેનો ફાયદો નાની કારચાલકોને થઇ શકે છે.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલય (સ્ર્ંઇ્‌ૐ) એક મહત્વપૂર્ણ સંશોધન બાદ આવા વર્ષે નવી ટોલ પોલિસી જાહેર કરશે. રિપોર્ટ અનુસાર, તેમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમની સાથે સાથે વાહનની સાઈઝ પર પણ ટોલટેક્સ આધારિત હશે. નવી ટોલ પોલિસી અંતર્ગત તમારા વાહનની સાઈઝ અને તેની રોડ પર દબાણની ક્ષમતાને આધારે નક્કી કરવામાં આવશે કે તમારે ટોલ પાર કેટલો ટેક્સ ભરવો પડશે. નવી પોલિસીમાં એક જીપીએસ બેસ્ડ ટોલ સિસ્ટમ પણ અમલમાં મુકવામાં આવશે. જેમાં કારના આકાર-પ્રકાર રોડ પર તેની અસર સહિતના કેટલાક મુદ્દાઓ શામેલ હશે.

અને શું છે જૂની પોલિસી વિષે જાણો છો જેમાં વર્તમાન પોલિસીમાં એક નિશ્ચિત રોડ ડિસ્ટન્સ પ્રમાણે ટોલ નક્કી કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર નવી પોલિસીમાં રોડ પર વિતાવેલ વાસ્તવિક સમય અને કાપેલા અંતર પ્રમાણે ટેક્સ નક્કી કરવામાં આવશે. એક કાર રસ્તા પર ચાલતી વખતે કેટલી જગ્યા રોકે છે અને કેટલું પ્રેશર રોડ પર ઉભું કરે છે તેનું આંકલન કરવા અંતે કારની સાઈઝ અને આકારને ધ્યાનમાં લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે ૈંૈં્‌-મ્ૐેં ને પ્રસ્તાવ મુક્યો છે કે તે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ચાલતા વાહનોની પેસેન્જર કાર યુનિટ (ઁઝ્રેં) ગણતરી કરે.

Follow Me:

Related Posts