અરવલ્લીમાં જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણની શરૂઆત ખેડૂતોના પ્રશ્નને લઇને કરી અરવલ્લી,એક વર્ષમાં ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી મળતી થઇ જશે. રાત્રે વીજળીના વિરોધના વંટોળ વચ્ચે ખેડૂતોને આ મોટો વાયદો કર્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. અરવલ્લીમાં જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆત ખેડૂતોના પ્રશ્નને લઇને કરી. મંચ પરથી સીએમએ મંત્રીને સવાલ કરતા જણાવ્યુ કે કનુભાઈને પૂછીએ આપણે કે ક્યારે પુરુ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે આ ડિસેમ્બરમાં આવ્યા છીએ હવે પછીના ડિસેમ્બરમાં આવશુ એ પહેલા વીજળીમળતી થઈ જશે. ત્યારબાદ સીએમએ હળવા અંદાજમાં પૂછ્યુ કે મહેશબાબુ તૈયાર થઈ ગયા ? પેલી બાજુ અધિકારીઓ હલવા માંડ્યા કે હવે આ તો અહીંથી જાહેરાત થઈ ગઈ. ડિસેમ્બર ૨૪ પહેલા પૂર્ણ થઈ જવુ જાેઈએ.
હવે પછીના ડિસેમ્બરમાં આવશુ એ પહેલા દિવસે વીજળી મળતી થઈ જશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ


















Recent Comments