કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન ૩ સ્મારક સિક્કા બહાર પાડ્યા. તેમાં અયોધ્યામાં રામ મંદિરની થીમ પર આધારિત સિક્કા તેમજ ભગવાન બુદ્ધ પર આધારિત સિક્કા અને એક શિંગડાવાળા ગેંડાનો સમાવેશ થાય છે. રામ મંદિરની થીમ પર આધારિત આ સિક્કાની એક તરફ રામલાલાની અને બીજી બાજુ રામ મંદિરની તસવીર છે. આ દરમિયાન તેમણે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (જીઁસ્ઝ્રૈંન્)ના કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓને પણ સંબોધિત કર્યા હતા.
તેમણે જીઁસ્ઝ્રૈંન્ ના કર્મચારીઓને એક વિકસિત દેશ તરીકે ભારતની સફરમાં સુસંગત રહેવાની રીતો પર આત્મનિરીક્ષણ કરવા કહ્યું. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, તમે ડિજિટલ યુગમાં કામ કરી રહ્યા છો. તેથી તમારે આત્મનિરીક્ષણ કરવું પડશે કે તમારું ભવિષ્ય કેવું હશે. તમે તેને કેવી રીતે બદલશો તે હું તમારા પર છોડી દઉં છું. દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીની મદદથી વિકસી રહેલા વિકસિત ભારત અને નવા ડિજિટલ ઈન્ડિયા વચ્ચે તમે કેવી રીતે મેળાપ કરશો. તેમણે કહ્યું કે જીઁસ્ઝ્રૈંન્ની ઈ-પાસપોર્ટ ટ્રેક અને ટ્રેસ સિસ્ટમ જીવનને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


















Recent Comments