fbpx
ગુજરાત

હવે બાપ અને દીકરા વચ્ચેના મતભેદો સામે આવી ગયા

ગુજરાતના કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરની પાર્ટી ગણાવી ગુજરાતમાં ભરૂચ લોકસભાની ચૂંટણી ધીમેધીમે જામી રહી છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ચૈતર વસાવા આ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપ આદિવાસી નેતાનો તોડ શોધી રહી છે. આજે બીટીપીના મહેશ વસાવા સહિતના કેટલાક આદીવાસી નેતાઓ ભાજપમાં જાેડાયા છે. એક સમયે ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીમાંથી મહેશ વસાવાએ જીત મેળવી હતી. એ બેઠક પર આજે ચૈતર વસાવા ભાજપના ધારાસભ્ય છે. ભાજપ કોઈ પણ સંજાેગોમાં ચૈતર વસાવાને ઘરભેગા કરવા માગે છે. એટલે જ બીટીપીના નેતાઓ માટે લાલજાજમ પાથરી રહી છે.

જાેકે, આજે મહેશ વસાવાના પિતા અને બીટીપીના એક સમયના સ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરોની પાર્ટીગણાવી હતી અને દીકરાને પણ છોડ્યો ન હતો. મહેશ વસાવાએ જાહેરમાં કહ્યું હતું કે એમના પિતાની આમાં મરજી છે પણ છોટું વસાવાએ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને દીકરાની ચાલને ઉંધી વાળી દીધી છે. મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. જેમાં પિતાની સીટ પરથી દીકરાએ પણ લડવાની જીદ કરી હતી. આખરે સમાધાન થયું હતું પણ આ બેઠક તેઓ જીતી શક્યા ન હતા.

છોટુ વસાવા એ આદિવાસી સમાજના નેતા છે. એમનો પડ્યો બોલ અહીં ઝિલાય છે પણ હવે બાપ અને દીકરા વચ્ચેના મતભેદો સામે આવી ગયા છે. હવે ભાજપને કેટલો ફાયદો થાય છે એ તો આગામી સમય જ બતાવશે આજે છોટુ વસાવાએ એક વીડિયો વાયરલ કરીને ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. છેલ્લા લગભગ ચાર દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જાેડાયેલો રહ્યો છે. આ દરમિયાન તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણી જંગમાં ઊતર્યા છે. ૧૯૪૫માં જન્મેલા વસાવા ૧૯૮૫માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા,

પરંતુ ૧૯૯૦માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી, કારણ કે ભરૂચમાં કાૅંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે.” ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી ૨૭ અનુસૂચિત જનજાતિ માટે અને શિડ્યુલ્ડ કાસ્ટ માટે ૧૩ બેઠક અનામત છે, જ્યારે ૧૪૨ બિન-અનામત છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસતી ૧૬થી ૧૭ ટકા છે. ભારતમાં સામાન્ય લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ સમયે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે.

ગુજરાતમાં ઓપરેશન લોટસને પગલે કદાવર નેતાઓ ભાજપમાં લવાઈ રહ્યાં છે. આ સમયે ગુજરાતના કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાએ ભાજપને કોર ઉંદરની પાર્ટી ગણાવી છે. વસાવાએ કહ્યું છે કે જેમ ઉંદર ધીમેધીમે ફોલીને કોતરી ખાય તેમ ભાજપ પાર્ટી ઉંદરની જેમ બીજી પાર્ટીના નેતાઓને કોતરી રહી છે. એ પહેલાં એ લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસવાળા ચોર છે બીજી પાર્ટીઓવાળા ચોર છે. દેશના હક અને સંવિધાનને ખાઈ જવાનું આ ષડયંત્ર છે. ભાજપ એકતરફી ચૂંટણી કરવા માગે છે. તેઓ બીજી પાર્ટીમાં કદાવર નેતાઓ રહેવા દેવા માગતા નથી. છોટુ વસાવાએ વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે, આજે ગાંધીનગરમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. મારા ત્યાંથી પણ કેટલાક નેતાઓ ગયા છે. આ પહેલાં ટ્રાયબલના હકોની વાતો કરી રહ્યાં હતા. જેમાં મારો દીકરો પણ છે.

એ એટલા માટે ગયા છે. અહીં જે ખનીજ નીકળવાના છે, જે કોલસો નીકળવાનો છે. એ કોલસાની ચોરી કરવાના સ્વરૂપે એ લોકો ભરતી થઈ રહ્યાં છે. હું પ્રજાને સંદેશો આપવા માગું છું કે, એ લોકોનું ખનીજ લૂંટવા માટેનું આ ષડયંત્ર છે. એટલે ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગ્રામસભા બનાવીને આ કોર ઉંદરોથી બચવા માટે પોતાની રીતે તમે રક્ષણ કરો અને આ કોઈ આગેવાનો નથી એ બધા કોર ઉંદરો છે એમને પ્રજાની સાથે કોઈ લેવા દેવા નથી. સજાગ થઈ જાઓ, ભાજપ કોઈ દેશનું તારણહાર નથી.

Follow Me:

Related Posts