fbpx
રાષ્ટ્રીય

હવે બીમાર પડશો તો ખાલી થઈ જશે ખિસ્સું, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ થયો વધારો!

ડાયાબિટીસ, હ્રદય રોગ વિશેષજ્ઞોએ હવે ફી ૩૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાથી વધારીને ૭૦૦ થી એક હજાર રૂપિયા કરી દીધો છે. જે ડૉક્ટર ૧૦૦૦ રૂપિયા લેતા હતા હવે તેઓ ૧૫૦૦ રૂપિયા લે છે. દવા અને ડૉક્ટરની ફીમાં વધારો થતા હ્રદય રોગ, ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓના ઈલાજનો ખર્ચ ૨૦ થી ૨૫ ટકા વધી ગયો છે. મોંઘવારી સતત વધી રહી હોવાના કારણે ડૉક્ટર તેની કન્સ્લ્ટેશન ફી વધારી રહ્યા છે. તો સાથે આવશ્યક દવાઓના રેટ વધી રહ્યા છે. જ્યારે દર્દીઓનું કહેવું છે કે, આ બંનેમાં ભાવ વધારાના કારણે તેમના દવાઓના બજેટમાં અસહ્ય વધારો થયો છે.

આ મહત્વની દવાઓના ભાવ વધ્યા

બ્રાન્ડ નામ રોગ પ્રથમ દર હવે દર

મોન્ટાયર-એલસી ૧૫ ટેબ્લેટ્‌સ એલર્જી અને શરદી ૪૨૩ ૫૨૩

ડાયનાપર-એમઆર ૧૦ ટેબ્લેટ્‌સ સ્નાયુઓમાં દુખાવો ૨૧૯ ૨૪૧

કેટોરોલ-ડીટી ૧૫ ટેબ્લેટ દાંતનો દુખાવો અને
શરીરનો દુખાવો ૧૩૩ ૧૪૬

કાયમોરલ ફોર્ટ ૨૦ ટેબ્લેટ્‌સ સોજાે, પીડા માટે ૪૨૩ ૪૫૩

Follow Me:

Related Posts