અમરેલી

હવે મને ધુમાડાથી મુક્તિ મળશે, ગેસ કનેક્શન મળતાં હું ખુશ છું: અમરેલીના સગુણાબેન દિનેશભાઈ પરમાર

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી તા.૧૨ જુલાઈ સુધી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભવ્યાતિભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. અમરેલીના જેસીંગપરા ખાતે પણ ગુજરાત વિધાનસભાના દંડકશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં “વંદે ગુજરાત” વિકાસ યાત્રા અન્વયે સુશાસનના અને વિશ્વાસના ૨૦ વર્ષના વિકાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

        આજરોજ અમરેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેકશનના ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.  અમરેલીના જેસીંગપરાના રહેવાસી સગુણાબેન દિનેશભાઈ પરમારે પણ આ યોજનાનો લાભ મેળવ્યો હતો આથી તેમને લાભાર્થી તરીકે ગેસ કનેક્શન પ્રાપ્ત થયું હતું. સગુણાબેને પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે મને લાકડાંના ધુમાડામાંથી આઝાદી મળી છે, તેમણે વધુમાં જણાવ્યું કે, એક ગરીબ મહિલાને અનેક પ્રકારની હાડમારીઓ વેઠવી પડતી હોય છે એમાં પણ ચૂલા પર લાકડાના ઉપયોગ થકી રસોઈ બનાવવી એ સૌથી કપરું કાર્ય છે કારણ કે, ધુમાડો સહન કરતાં – કરતાં રસોઈ બનાવવી પડતી હોય છે અને એમાંય ચોમાસાની ઋતુમાં

સૌથી વધુ તકલીફ થતી હોય છે. આજે મને ગેસ કનેક્શન પ્રાપ્ત થતાં હું સરકારનો આભાર વ્યક્ત કરુ છું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી આજે સમગ્ર દેશમાં ખરાં અર્થમાં મહિલા સશક્ત બની છે અને મહિલાઓને રસોઈ સમયે પડતી હાડમારીઓમાંથી આઝાદી મળી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી નારીનું સશક્તિકરણ થઈ રહ્યું છે, તેમના ચહેરા પર સ્મિત આવી ગયું છે

Related Posts