ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં દરવખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ચર્ચાઓમાં જ રહેતું હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૭ સિન્ડિકેટ સભ્યના પદ રદ થયા બાદ તુરંત જ કુલપતિ ડૉ. ભીમાણીએ સિન્ડિકેટની બેઠક બોલાવી હતી અને જુદા જુદા મુદ્દાઓ અંગે ર્નિણય કર્યા હતા. સિન્ડિકેટની બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ પૈકી હવે જે કોલેજને જાેડાણ કે કોર્સની મંજૂરી મેળવવી હશે તે તમામ કોલેજાેએ યુજીસીના નિયમો પ્રમાણે સુવિધા-વ્યવસ્થા બતાવવી પડશે કોઈ ભલામણ કે લાલિયાવાડી નહીં ચાલે.
સિન્ડિકેટની બેઠકમાં અગાઉ જેટલા દાતાઓએ યુનિવર્સિટીમાં દાન આપ્યું હતું તે તમામ દાનની રકમને સિન્ડિકેટમાં મંજૂર કરવામાં આવી હતી. માધવીબેન કડવાતરને હોમિયોપેથીના કેસ મુદ્દે ૧.૩૦ લાખની સહાય આપવા ર્નિણય કરાયો. નોન ટીચિંગમાં કર્મચારીને ઓવરટાઈમમાં વેતન વધારો સહિતના જુદા જુદા મુદ્દે સિન્ડિકેટમાં ચર્ચા કરવામાં આવી હતી. કેટલીક બી.એડ. કોલેજ તેની નોંધાયેલી જગ્યાને બદલે જુદી જ જગ્યાએ ચાલતી હોવાથી વિવાદ થયો હતો જેમાં શહેરની હરિવંદના કોલેજ મુંજકામાં ચાલે છે પરંતુ તેની નોંધણી બેડીના હડમતિયામાં થયેલી છે તેની તપાસ થતા હરિવંદના કોલેજને બી.એડ.માં નવા એડમિશન નહીં કરવા આદેશ કર્યો છે.
Recent Comments