fbpx
ગુજરાત

હવે રાજકીય પક્ષોએ સરકારની બે કલાક વીજળી વધારવાની જાહેરાત પર રાજકારણ શરુ કર્યુંઆઠ કલાક વીજળી માંડ ૧૫ જટકે મળતી હોવાનો આક્ષેપ

ખેડૂતોને ૮ને બદલે હાલમાં ૧૦ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત કરી છે. હાલમાં વરસાદ ખેંચાવાને લઈ સિંચાઈને લઈ સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની વાત કરી છે. આ દરમિયાન હવે કોંગ્રેસે પણ સરકાર સામે વીજળી આપવાને લઈ સવાલો કર્યા છે. હજુ આઠ કલાક પૂરતી વીજળી આપવામાં આવતી નથી, ત્યાં હવે વધુ બે કલાક વીજળી આપવાની વાત કરી છે. પરંતુ ખેડૂતોને ૮ કલાક જ વીજળી માંડ માંડ મળે છે. આ દરમિયાન ખેડૂતોને માંડ માંડ ૮ કલાક વીજળીનો પૂરવઠો મળે છે. વીજળી મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસ તથા આપના નેતાઓએ પણ ખેડૂતોને પૂરતો સમય વીજળી નહીં મળતી હોવાના આક્ષેપ કર્યા છે. આઠ કલાક વીજળી માંડ ૧૫ જટકે મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યાં હવે રાજકીય પક્ષોએ સરકારીની બે કલાક વીજળી વધારવાની જાહેરાત પર રાજકારણ શરુ કરી દીધુ છે. આક્ષેપો વચ્ચે હાલ તો ખેડૂતો સિંચાઈની રાહત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Follow Me:

Related Posts