હવે શબવાહિની ખુટી પડી, એક જ શબવાહિનીમા છ મૃતદેહને સ્મશાને લઇ જવાયા
સુરતમાં કોરોના નો ભયાનક ચહેરો વધુ ભયાનક બની રહ્યો છે. સુરતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાની અંતિમ વિધિ સુધી લઈ જવા શબવવહિની ખૂટી પડી છે. જેના કારણે એક શબવાહીની મા એક કરતા વધુ મૃતદેહને લઈ જવાની ફરજ પડી રહી છે.
અત્યાર સુધી સુરતના વિવિધ સ્મશાનગૃહમાં એક્ શબવાહિનીમાં બે મૃતદેહને લઇ જવાતા હતા પરંતુ આજે જહાંગીરપુરા સ્મશાનભૂમિ ખાતે એક શબવાહિની મા એક સાથે છ મૃતદેહને લવાયા હતા. એક જ શબવાહિનીમાં છ મૃતદેહને લવાતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ૧૨ એપ્રિલ સોમવારના રોજ સુરતમાં સત્તાવાર ૧૮ અને જીલ્લામાં ૧મળી કુલ ૧૯નાં મૃત્યુ નોંધાયા છે. સિટીમાં નવા ૧૧૭૪ અને જીલ્લામાં ૨૯૫ મળી કોરોનાનાં નવા ૧૪૬૯ દર્દી નોંધાયા છે. શહેરના તમામ આઠે ઝોનમાં આજે પણ ૧૦૦થી વધુ કેસ નોધાયા છે. તો શહેરમાંથી વધુ ૬૨૭ અને ગ્રામ્યમાંથી ૧૬૧ મળી કુલ ૭૮૮ દર્દીને રજા અપાઇ હતી.
Recent Comments