ગુજરાત

હાઈકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મુદ્દે એએમસી હવે જાગ્યુંઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહિ લેનારા પશુમાલિકોએ માત્ર બે દિવસમાં પોતાના ઢોર શહેરની બહાર ખસેડવાનાં રહેશે

ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ ગુજરાતના દરેક શહેરની પાલિકાઓ હવે દોડતી થઈ છે. પગ નીચે રેલો આવતા હવે પાલિકાઓ રખડતા ઢોર અને પશુપાલકો અંગે નિયમો બનાવવા નીકળી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં રઝળતા ઢોરના ત્રાસને અંકુશમાં લાવવા માટે નવી નીતિ બનાવી છે. જે મુજબ, હવેથી અમદાવાદમાં ઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહિ લેનારા પશુમાલિકોએ માત્ર બે દિવસમાં પોતાના ઢોર શહેરની બહાર ખસેડવામાં રહેશે. રખડતા ઢોર મુદ્દે એએમસી હવે જાગ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ પોતાના અધિકારીઓને સૂચના આપી છે.

સાથે જ નવી નીતિમાં સુધારાવધારા કર્યાં છે. જે મુજબ, નવી ઢોર ત્રાસ અંકુશ નીતિ પ્રમાણે પશુ રાખવાનું લાયસન્સ કે પરમિટ નહિ ધરાવતા પશુપાલકોને લેખિતમાં જાણ કરી તેમની પાસે અપૂરતી જગ્યા હોવાથી પશુને બે દિવસમાં શહેરની બહાર ખસેડવાની સૂચના અપાશે. આ ઉપરાંત જાે પશુપાલકો આવુ નહિ કરે તો તેમના ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવશે. આ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કેટલ ન્યૂસન્સ પોઈન્ટ પર ઘાસના વેચાણને અટકાવવામાં આવશે. તેમજ અમદાવાદમાં ૮ કલાકની શિફ્ટમાં પશુ પકાડવા માટે ટીમ કામગીરી કરશે.

હાલ પોલીસ કમિશનરે જે વિસ્તારોને કેટલ ઝોન જાહેર કર્યાં છે ત્યાંથી પશુઓને બે દિવસમાં ખસેડી દેવા સૂચના આપી છે. ગત રોજ અમદાવાદના મકરબા વિસ્તારમાં મોડી રાત્રે ઢોર પકડવાની કામગીરી દરમિયાન હુમલો થયો હતો. ઢોર પકડવા ગયેલી છસ્ઝ્રની ટીમ પર પોલીસની હાજરીમાં જ હુમલો થયો હતો. પોલીસની હાજરીમાં ઢોર માલિકોએ ટ્ઠદ્બષ્ઠ ની ટીમ પર હુમલો કર્યો હતો. લાકડીઓથી હુમલો કરી પકડેલી ગાય ડબ્બામાંથી છોડાવી ગયા હતા. હુમલો કરી માલિકો ડબ્બામાંથી ઢોર છોડાવી ગયા હતા. ત્યારે સરખેજ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રસ્તા પર રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કેટલાક કિસ્સામાં લોકોના મોત થયા હોવાના પણ બનાવ બન્યા છે. આ અંગે હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ નક્કર કામગીરી કરવા અનેકવાર નિર્દેશ આપ્યા હોવા છતા કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થતા હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. રખડતા ઢોર, આડેધડ પાર્કિંગ, અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. દિવસે દિવસે વકરી રહેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે.

Related Posts