ભારત તેનાં સ્વનિર્મિત તેવા બંને રીતે કામ લાગે તે પ્રકારનાં હાઈપર સોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. તેણે સ્ટ્ઠષ્ઠર-૬ પ્રકારનાં મિસાઈલનું સફળ પરીક્ષણ કરી જ લીધું છે. આ મેચ-૬નાં જૂન ૨૦૧૯ અને સપ્ટે. ૨૦૨૦માં પરીક્ષણો થઈ ચુક્યાં છે. તેમ ઝ્રઇજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતે આશરે ૧૨ હાઈપર સોનિક વીન્ડ-૨૧ રચી છે. જે મેચ -૧૩નું પણ પરીક્ષણ કરી શકે છે. તેમ પણ આ સ્વતંત્ર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તે ઉલ્લેખનીય છે કે અમેરિકી સેનેટની આ વિવિધ સમીતીઓમાં વિવિધ અને સંબંધિત તેવા સાંસદો જ નિયુક્ત કરાય છે જેમકે વિદેશી બાબતોની સમીતીમાં, વિદેશનીતિના તજજ્ઞાો હોય તેવા સાંસદો નિયુક્ત કરાય છે તો વૈજ્ઞાાનિક સંશોધનો માટે વિજ્ઞાાન અને ટેકનોલોજીના જ્ઞાાતાઓ જ હોય છે.દુનિયાના માત્ર ત્રણ જ દેશો હાઈપર સોનિક મિસાઈલ્સ વિકસાવી રહ્યા છે.
આ પ્રકારનાં મીસાઈલ્સ વિકસાવનાર ભારત ચોથો દેશ બની રહેશે. તેમ અમેરિકી સંસદનો એક સ્વતંત્ર અહેવાલ દર્શાવે છે. દરમિયાન પ્રચાર માધ્યમોનો અહેવાલ જણાવે છે કે ચીને તાજેતરમાં જ અણુશસ્ત્રો પણ વહી શકે તેવું હાઈપર સોનિક મિસાઈલ વિકસાવ્યું હતું. તેણે પૃથ્વીનો ચકરાવો પણ માર્યો હતો પરંતુ તે તેમાં પૂર્વ નિશ્ચિત નિશાનથી ૨૪ માઈલ જેટલું દૂર પડયું હતું. જાે કે ચીનની આટલી સિદ્ધી પણ જાણી અમેરિકા ચોંકી ઉઠયું છે. તો બીજી તરફ ચીને તેવી પણ સ્પષ્ટતા કરી છે કે તે મિસાઈલ માત્ર તેમાં વૈજ્ઞાાનિક સંશોધનના ભાગરૂપે જ તેણે વિકસાવ્યું છે અને તેમાં અણુ શસ્ત્રો તો રાખવામાં આવનાર જ નથી જાે કે ચીનનાં આ કથનને કોઈ સ્વીકારે તેમ નથી. વિશ્વમાં થઈ રહેલા સંશોધનોની સતત નોંધ રાખી રહેલી કોંગ્રેશનલ રીસર્ચ સર્વિસ (ઝ્રઇજી)નામના એક સ્વતંત્ર સંસ્થાએ આ સપ્તાહે પ્રસિદ્ધ કરેલા તેના છેલ્લામાંછેલ્લા અહેવાલમાં જણાવ્યું છે કે, અમેરિકા રશિયા અને ચીન પાસે તો હાઈપર સોનિક વેપન્સ છે જ
. તે અંગે તેમની પાસે સ્પષ્ટ કાર્યક્રમ પણ છે પરંતુ આ પ્રકારનાં શસ્ત્રો ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જાપાન, જર્મની પણ વિકસાવી રહ્યાં છે. જેનાં ઉત્પાદન માટે ઓસ્ટ્રેલિયાએ અમેરિકા સાથે અને ભારતે રશિયા સાથે સહકાર સાધ્યો છે. તેમ ઝ્રઇજીએ તેના આ રીપોર્ટમાં જણાવ્યું છે. ભારતે હવે રશિયાના સહકારથી બ્રહ્મોસ મ્ર્ટ્ઠિદ્બજ-ૈંૈં પ્રકારનાં મિસાઈલ વિકસાવવાં શરૂ કર્યાં છે. જે સ્ટ્ઠષ્ઠર-૭પ્રકારનું ક્રૂઝ મિસાઈલ છે. તેમ તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે. સાથે તેમ પણ જણાવાયું છે કે વાસ્તવમાં આ શસ્ત્ર ૨૦૧૭માં તૈયાર થઈ જવાનું હતું. પરંતુ તેમાં ઘણી ઢીલ પડી ગઈ છે. તેથી સંભવતઃ ૨૦૨૫ કે ૨૦૨૮માં તે રચાઈ શકશે. તેમ આ અહેવાલ જણાવે છે.
Recent Comments