હાઉસિંગ બોર્ડ સોસાયટી – અમરેલીના ત્રણ માલિયાના રહીશોની મિટિંગ પ્રા.જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને મળી
અમરેલી શહેરની મધ્યમાં પોષ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીના ત્રણ માળીયાના આવાસો અત્યંત જર્જરિત થઈ જતા આ અંગે પ્રા.જે.એમ.તલાવીયાએ હાઉસિંગ બોર્ડના ચેરમેન મુકેશકુમાર ( આઈ.એ.એસ ) ને રજુઆત કરતા અને અખબારી યાદી આપતા ત્યાંના રહીશો હરકતમાં આવી ગયા છે. આ અંગે તેઓએ રાજકોટ ખાતેની ઓફીસ તથા ભાવનગર ખાતેની ઓફિસના અધિકારીઓનું માર્ગદર્શન લઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલના ત્રણ માળીયા ૪૮ – એમ.આઈ.જી.સ્કીમ નીચે બંધાયેલા છે. આગામી દિવસોમાં અહીંયા ૬ માળના બાંધકામ સાથે ૯૬ આવાસો પી.પી.પી.સ્કીમ નીચે બનવાના છે.
આ અંગે પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન નીચે આવાસના રહીશ કમલેશભાઈ લેઉવાએ મિટિંગ બોલાવી હતી.જેમાં તમામ ૪૮ આવાસના ધારકો ઉપસ્થિત રહયા હતા.આ અંગે એક કારોબારીની રચના કરવામાં આવી અને પ્રમુખ રેખાબેન શીંગળા, ઉપ પ્રમુખ દિનેશભાઇ પરવાડિયા, મંત્રી પ્રાગજીભાઈ નારોડીયા, ખજાનચી પંકભાઈ મહેતાની સર્વાનુમતે વરણીકરવામાં આવી હતી. આ મિટિંગમાં આવાસોના દસ્તાવેજો અને અન્ય સાધનિક કાગળો એકત્ર કરવામાં આવ્યા હતા.મિટિંગ પૂર્ણ થતાં મનોજભાઈ મકવાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments