હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડિટ કામગીરી શરુ: તા.૩૦/૦૫/૨૦૨૫ પહેલા ઓડીટ પૂર્ણ કરાવવા અનુરોધ
હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડિટ કામગીરી શરુ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય ગાંધીનગરની અધિસૂચના છે.હાઉસિંગ કો-ઓપ. સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો-ઓપ. સોસાયટીનું તા.૩૧/૩/૨૦૨૪ સુધી નું ઓડીટ રજીસ્ટ્રારશ્રીની પેનલ (https://rsc.gujarat.gov.in) પરના અમરેલી જિલ્લાના ઓડીટર દ્વારા કરી શકાય છે, આ માટે મંજૂરી આપવામાં આવી હોય તે સોસાયટીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ યાદીમાંથી ઓડીટરની નિમણૂક કરી તા.૩૦/૦૫/૨૦૨૫ પહેલા ઓડીટ પૂર્ણ કરાવવા તેમજ સંબંધિત હાઉસિંગ કો.ઓપ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો-ઓપ.સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવી. ઓડીટ પૂર્ણ થયે, ઓડીટ અહેવાલ સંબંધિત કચેરીમાં તાત્કાલિક રજૂ કરવા સહકારી મંડળી અમરેલી જિલ્લા રજિસ્ટ્રારશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments