સાવરકુંડલા ના શેલ દેદુમલ ડેમ ખાતે 65 ટકા જેવી પાણીની આવક થતા ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા નવા નીરના વધામણા કર્યા હતા ને શેલ દેદુમલ ડેમ ખાંભા ગીરના ગામડાઓ અને ધારી ગીરના ગામડાઓ સાથે સાવરકુંડલા શહેર તાલુકા માટે આશીર્વાદ રૂપ ડેમ હોય ને ઘણા સમય બાદ શેલ દેદુમલ ડેમ માં પાણી ભરાવવાથી ઉનાળામાં 3 તાલુકાના ખેડૂતોને ફાયદો થશે ત્યારે ડેમ થોડો રીનોવેશન કરવાનો બાકી રહેતા હોવાથી ડેમ પૂર્ણ ભરી શકાતો નથી આથી આજે સાંસદ કાછડીયા ની હાજરી વચ્ચે જ ધારાસભ્ય કસવાળા દ્વારા ડેમ તંત્રના અધિકારીઓને પૂર્ણ ભરવાની સૂચના આપી છે ને જે પણ ઘટતું કરવું પડે તે ટુંક સમયમાં પૂર્ણ કરવાની ખાત્રી આપીને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે શેલ દેદુમલ ડેમ પર જઈને ફૂલોથી વધામણાં કર્યા હતા ને આગામી દિવસોમાં ખેડૂતોને સોનાનો સૂરજ ઉગે તે માટે ડેમ ને પૂર્ણ ભરવાની વાત પણ ધારાસભ્ય કસવાળાએ મીડિયાને જણાવી હતી.
હાથસણી શેલ દેદુમલ ડેમ નાં નવા નીર નાં વધામણા કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

Recent Comments