બાબા રામદેવ હાથી પર બેઠેલા જાેવા મળે છે. તેમની કંપની રૂચિ સોયા સાથે સંકળાયેલા એક આર્ટિકલ માટે કરાવવામાં આવ્યું છે. આ પહેલી વખત નથી કે, જ્યારે બાબાએ હાથી પર કોઈ ફોટોશૂટ કરાવ્યું હોય. અગાઉ ૨૦૨૦માં પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં તેઓ હાથી પર બેસીને પ્રાણાયામ કરતા જાેવા મળ્યા હતા અને સંતુલન બગડતા નીચે પડી ગયા હતા. તે વીડિયો મથુરામાં મહાવનના રમણરેતી આશ્રમનો હતો. તેમણે પહેલા કદી આવું કોઈ શૂટ નથી કર્યું. તેમણે જણાવ્યું કે, હાથીનો ઉપયોગ એક ‘મેટાફર’ તરીકે કરવામાં આવ્યો છે. કેવી રીતે પતંજલિએ રૂચિ સોયા જેવી મોટી કંપનીને ખરીદી અને ખરાબ સમયમાંથી બહાર કાઢી. બાબા રામદેવે કહ્યું કે, ‘જ્યારે અમે રૂચિ સોયાને ખરીદી ત્યારે અમે તેને આશરે ૪૩૦૦ કરોડ રૂપિયામાં લીધી હતી. આજે તેની માર્કેટ વેલ્યુ ઓછામાં ઓછી ૨૫થી ૩૦ હજાર કરોડ છે. ભવિષ્યમાં તે ૫૦ હજાર કરોડ સુધી પહોંચશે કે ૧ લાખ કરોડ સુધી જશે તે સમય જ બતાવશે. અમે રૂચિ સોયા અને પતંજલિને એક આંતરરાષ્ટ્રીય બ્રાંડ તરીકે બનાવવા માંગીએ છીએ.’
હાથીનો ઉપયોગ એક ‘મેટાફર’ તરીકે કરવામાં આવ્યો : બાબા રામદેવ

Recent Comments