રાષ્ટ્રીય

હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો તે છેડછાડ ન કહી શકાય – બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો

બોમ્બે હાઈકોર્ટે સગીર છોકરીનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરનારા એક આરોપીને આગોતરા જામીન આપતા આ મહત્વની ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટની નાગપુર પીઠે કહ્યું કે, છોકરીનો હાથ પકડીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવો તે છેડછાડ નથી. આરોપીએ સગીરનો હાથ પકડીને પોતાની પસંદગી વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેએ કહ્યું કે, લગાવવામાં આવેલા આરોપોમાંથી એ જાેઈ શકાય છે કે, પહેલી નજરમાં કોઈ પણ યૌન ઉત્પીડનનો મામલો બનતો નથી. કારણ કે, અભિયોજન પક્ષનો મામલો એ નથી કે આરોપીએ કોઈ યૌન ઈરાદા સાથે છોકરીનો હાથ પકડ્યો. એક ક્ષણ માટે માની લઈએ કે, આરોપીએ છોકરી માટે પોતાની પસંદ વ્યક્ત કરી, તેમ છતાં પણ પીડિત છોકરીના નિવેદનથી કોઈ યૌન ઈરાદાના સંકેત મળતા નથી. પહેલી નજરમાં આરોપી ધરપકડથી સંરક્ષણ મેળવવા માટે હકદાર છે, કારણ કે કોઈ પણ ઉદ્દેશ્ય માટે તેની ધરપકડની જરુર હોતી નથી.

જાે કે, બોમ્બે હાઈકોર્ટની પીઠે આગળ કહ્યું કે, આરોપીને ચેતવણી છે કે, તે આ પ્રકારની ઘટનામાં સામેલ ન થાય. જાે તે આવી રીતે કોઈ ઘટનામાં સામેલ થશે, તો તેને મળેલું સંરક્ષણ પરત લઈ લેવામાં આવશે. શું છે આખો મામલો?.. ૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ સગીર પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, એક ઓટો ચાલકે તેમની ૧૭ વર્ષની દીકરીનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ ધારા અંતર્ગત કેસ દાખલ કર્યો. ફરિયાદ અનુસાર, તેમની દીકરી કોલેજ અને ટ્યૂશન જવા માટે આરોપીની ઓટોમાં જતી હતી. બાદમાં જ્યારે તેણે ઓટોમાંથી જવાનું બંધ કર્યું તો, આરોપીએ તેમની દીકરીનો પીછો કરવાનું શરુ કર્યું હતું.

Related Posts