fbpx
ગુજરાત

હાય રે ગરમી..!! અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ૧૩ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. ગઈકાલે ૫ શહેરોનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર ગયું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં તો ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા હતા, ૪૫.૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું હતું, આ બાજુ હવામાન વિભાગે ફરી ધગધગતી આગાહી કરી છે. તારીખ ૨૧, ૨૨ અને ૨૩મી મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની ચેતવણી છે. રાજ્યમાં ભયંકર ગરમીનો પ્રકોપ યથાવત છે.

અમદાવાદ સહિત રાજ્યના ૬ શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી તોબા પોકારી રહ્યાં છે. હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે ભારે…કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓએ થવું પડશે હેરાન. રાજ્યભરમાં હીટવેવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને અત્યાર સુધીમાં ગરમીમાં ગભરામણના કારણે ગુજરાતમાં ૨ વૃદ્ધના મોત થઈ ચુક્યા છે. ૬૦ વર્ષીય મહિલા અને ૭૩ વર્ષીય વૃદ્ધનું મોત થયું હોવાનું વડોદરાથી સામે આવી રહ્યાં છે. અસહ્ય ગરમીમાં ૪ દિવસમાં ૧૫ વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અતિ ગરમીમાં ૨૦ દિવસમાં ૧૦૮ને ૯૦ કોલ્સ મળ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના ૬ શહેરોમાં ૪૫ ડિગ્રી કે તેથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. સૌથી વધુ ૪૫.૬ ડિગ્રી તાપમાનમાં સેકાયું હિંમતનગર. સુરેન્દ્રનગરમાં ૪૫.૪, અમદાવાદમાં ૪૫.૨ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ૪૫ ડિગ્રી ગરમી નું તાપમાન નોંધાયું હતું ત્યારે અમુક આ ભયંકર ગરમી થી બચવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા રસ્તા પર રાહદારીઓ માટે નિઃ શુલ્ક પાણી અને ચાસ નું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો દરેક જીલ્લામાં નજરે પડ્‌યા હતા ત ખુબ વખાણ લાયક વાત છે.

Follow Me:

Related Posts