હારિજ તાલુકાના કુકરાણા ગામે માતા પિતા ખેતરમાં ગયેલા હતા અને સાંજના સુમારે શંખલપુરનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી છે. કુકરાણા ગામે એક ખેડૂત પરિવારને પાંચ સંતાનો પૈકી ત્રણ દીકરીઓ બે પુત્ર છે. બાળકોને ઘરે મૂકીને ખેતરમાં ખેતીકામ અર્થે ગયેલા હતા. ત્યારે સાંજના સુમારે સૌથી મોટી દીકરીએ ફોન કરી જણાવ્યું કે નાની બહેન ઘરે નથી.
૧૭ વર્ષ અને ૪ માસની સગીરા પિતા ઘરે આવી શોધખોળ કરી હતી. બીજા દિવસે સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતા સગીરાની ક્યાંય મળી આવી નહોતી. તેમના ભત્રીજાએ શંખલપુરના ધવલભાઈ મહેન્દ્રભાઇ મકવાણા ઠાકોર સાથે વાતચીત કરતા જાેઈ હતી. જેના આધારે શંખલપુર તપાસ કરતાં યુવાન પણ ઘરે નહીં હોઇ સગીરાના પિતાજીએ ફોસલાવી લલચાવી લઈ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ દીકરીના પિતાજીએ હારિજ પોલીસ મથકે નોંધાવી છે.જેની તપાસ હારિજ પીએસઆઇ આર.કે.પટેલ ચલાવી રહ્યા છે.


















Recent Comments