હારીજ તાલુકાનાં બોરતવાડા ગામમે ભત્રીજા વહુ ઉપર હુમલાના કેસમાં પાંચ આરોપીઓને હારીજની કોર્ટે કુલ સાત વર્ષની સજા ફટકારી હતી. બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી રીંકલબેન તા. ૨૫-૧૨-૧૯ના રોજ સવારના નોકરીએ જવા તૈયારી કરતા હતા ત્યારે રસ્તામાં તેમના જેઠ આરોપી મહેશભાઇ મળેલા અને પોતાના પિતાજીને રાત્રે કેમ બોલેલા કહી ફરીયાદી બેનને ગાળો આપવા લાગેલા અને વાળ ખેંચી નીચે પાડી દીધોલા અને તેવામાં મહેશનું ઉપરાણું લઇ બીજા આરોપીઓ પણ હીથયારો લઇ ત્યાં આવી ગયેલા અને આરોપી વીરાભાઇને લોખંડની પાઈપથી ફરીયાદી બેનને માથામાં કપાળના ભાગે અને ડાબા હાથે ઈજાઓ કરેલ બબીબેને તથા અલ્પાબેને પિંકલબેનને ગડદાપાટુનો માર મારેલ, ચંદ્રીકાબેને તેમને ધોકા વડે માર મારેલ જે કારણે રિંકલબેનને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી. અને ડાબા હાથે ફેકચર થયેલ જે સંબંધે તેમણે પોલીસ ફરીયાદ કરતાં પોલીસે તપાસ કરી હારીજ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.
જે કેસ હારીજ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરીયાદ પક્ષે આરોપી વિરુધ્ધ રજૂ કરેલા પુરાવા અને સરકાર તરફે સરકારી વકીલ ભરત કેલાની ધારદાર દલીલોગ્રાહ્ય રાખી હારીજના મેજીસ્ટ્રેટ અમીતકુમાર ડાભીએ આ કેક્સનાં પાંચેચ આરોપીઓને ઇપીકો કલમ ૩૨૫ના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ ઇપીકો કલમ ૩૨૪ના ગુનાના કામે ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા ઇપીકો કલમ ૩૨૩માં એક વર્ષની સાદી કેદની સજા તથા તમામને કુલ રૂા. ૭૫૦૦ના દંડની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.
Recent Comments