fbpx
ગુજરાત

હારીજમાં ધો.૯ની સગીરાનો અશ્લિલ વીડિયો ઉતારી ધાકધમકી આપવાની ફરિયાદ

હારીજની ૧૪ વર્ષની એક કિશોરી સાથે જાતીય સતામણી કરાઇ હોવાનો કિસ્સો હારીજ પોલીસ મથકે નોંધાયો હતો. સૂત્રો અનુસાર આ કિશોરીએ તેમના જ સમાજનાં વ્યક્તિ હિમાંશુ સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ધો. ૯માં ભણતી કિશોરી તેના મા-બાપ સાથે રહે છે. કિશોરીના પિતાનાં ધંધામાં અગાઉ હિમાંશુ ભાગીદાર હોવાથી કિશોરી તેની તેને સારી રીતે ઓળખતી હોવાથી મોબાઇલ ઉપર કામ પુરતી વાત કરતી હતી. જે વાતચીત કિશોરીએ બંધ કરી દેતાં હિમાંશુ તેને ધાક ધમકી આપતો હતો.

તેમજ પોતાની સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો. એક મહિના પૂર્વે હિમાંશુએ કિશોરીને પોતાની ઓફિસમાં બોલાવીને વાતચીત કરવાનું કહેતાં કિશોરીએ વાતચીત કરવાની ના પાડી હતી. જેથી હિમાંશુએ ઉશ્કેરાઇ જઇને કિશોરીના ગાલ ઉપર લાફો માર્યો હતો અને ઓફિસનો દરવાજાે બંધ કરીને કિશોરીના કપડાં કાઢીને તેના મોબાઇલમાં તેનો વીડિયો બનાવ્યો હતો. ઉપરાંત મોબાઇલ પર વાતચીત કરજે નહિંતર બધાને બતાવી દઇશ તેવી ધમકી આપી હતી. પરંતુ કિશોરીએ વાત ન કરતાં તે કિશોરીની સ્કૂલ સુધી તેનો પીછો કરીને તેને વાત કરવાની ધમકી આપતો હતો.

ગત તા. ૬ માર્ચ. ૨૦૨૨ના રોજ કિશોરી તેના ઘરમાં એકલી હતી. ત્યારે હિમાંશુએ તેના ઘરમાં પ્રવેશ કરીને તેનો જાતીય ઇરાદાથી હાથ પકડતાં કિશોરી બહાર નિકળી ગઇ હતી. બાદમાં હિમાંશુ કિશોરીના પિતા સાથે થોડાક સમય માટે વાતચીત કરીને કિશોરીના ઘરમાં સુઇ જતાં કિશોરીનાં પિતાએ તેને ઉભો કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ પિતાનો શર્ટ ખેંચી નાંખીને બટન તોડી નાખ્યાં હતાં તેમજ ગાળો બોલી હતી. આ બનાવ અંગે પોલીસે કિશોરીની ફરિયાદના આધારે હિમાંશુ સામે આઇપીસી ૩૫૪ (એ), ૩૫૪(બી), ૩૫૪ (ડી), ૩૨૩, ૨૯૪ (બી), ૪૫૨, ૫૦૯, ૫૦૬ (૨) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts