ગુજરાત

હારીજ ચાણસ્મા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીકોને માતાજીના રથ સાથે ફંગોળ્યાત્રણ પદયાત્રિકોનાં મોત, ચારની હાલત ગંભીર

પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પર વરાણા ખોડિયાર માતાના મંદિરે જતા પગપાળા સંઘના પદયાત્રીકો અકસ્માતનો ભોગ બન્યા છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીકોને માતાજીના રથ સાથે ફંગોળ્યા હતા, આ અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ચારની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર સમાજનો સંઘ હારિજ ચાણસ્મા હાઈવે પરના વરાણા ખોડિયાર માતાના મંદિરે સંઘ લઈ જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો.જેમાં ત્રણ પદયાત્રીકોના લોકોના મોત થયા છે.

હારીજ પોલીસ અનુસાર, કોઈ અજાણ્યો વાહન ચાલકે પગપાળા સંઘમાં જતા પદયાત્રિકોને મોડી રાત્રે દાંતરવાડા ગામ પાસે અડફેટે લીધા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું મોત નિપજ્યું છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચારની હાલત વધારે ગંભીર હોવાથી તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર, બહુચરાજીથી ૧૨ કિમી દુર આવેલા અબાલા ગામથી ઠાકોર સમાજનો સંઘ હારીજ ચાણસ્મા હાઈવે પર આવેલા વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા સંઘ લઈને જઈ રહ્યો હતો. આ સંઘમાં ૩૫ પદયાત્રીઓ માતાજીના દર્શને જઈ રહ્યા હતા.

ત્યારે ગત રાત્રીએ કોઈ અજાણ્યો વાહન ચાલક કાળ બનીને આવ્યો, અને રથ નજીક રહેલા પદયાત્રીકોને દાંતરવાડા ગામ પાસે માતાજીના રથ સાથે ફંગોળ્યા હતા, ટક્કર એટલી જબરદસ્ત હતી કે, રથ પણ બાજુમાં ચોકડીઓમાં જઈ પડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં પૂજાબેન જયરામજી ઠાકોર, શારદાબેન કડવાજી ઠાકોર અને રોશનીબેન જગાજી ઠાકોરનો સમાવેશ થાય છે, જેમને પીએમ માટે. જ્યારે ઈજાગ્રસ્તોમાં નિલેશભાઈ ઠાકોર, રાહુલભાઈ ઠાકોર, સંદેશભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ ઠાકોર અને સવિતાબેન ઠાકોરનો સામાવેશ થાય છે, જેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Related Posts