fbpx
ગુજરાત

હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને કોઈ નુકસાન નઈ થાય,પાર્ટી પોતાનું કામ ચાલુ જ રાખશે- કોંગ્રેસ ધારાસભ્ય

પાટીદાર આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને પછી કોંગ્રેસમાં જોડાયેલ અગ્રણી નેતા હાર્દિક પટેલ દ્વારા પાર્ટી સાથે છેડો ફાડી નાંખવામાં આવતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે . હાર્દિકના નિર્ણયથી પાટીદાર સમાજ સહિત કોંગ્રેસના નેતાઓમાં સોંપો પડી ગયો છે , ત્યારે કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા છે . પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે , છેલ્લા ઘણાં સમયથી હાર્દિક પટેલ દ્વારા પાર્ટીમાં પોતાને પુરતુ સન્માન ના મળતું હોવાની રાવ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી . આજે મીડિયા મારફતે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની જાણ થઈ છે . હાલ હાર્દિક પટેલ બહાર હોવાથી તેનો સંપર્ક થઈ શક્યો નથી . બે દિવસમાં હાર્દિકને મનાવવા માટે તેની સાથે બેઠક કરવામાં આવશે . હજુ સુધી હાર્દિક પટેલ દ્વારા કોઈપણ પાર્ટી સાથે જોડાવાની જાહેરાત કરવામાં આવી નથી . આથી હું આ બાબતે વધારે કહેવા માંગતો નથી . હાર્દિકના જવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે ? તે અંગે ધારાસભ્યએ જવાબ આપતા જણાવ્યું કે , કોઈ પણ એક વ્યક્તિ સમાજ સાથે જોડાયેલો નથી હોતો . વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે રાજકારણમાં આવે છે અને પાર્ટી બદલતા હોય છે . જેનાથી પાર્ટીઓને કોઈ નુક્સાન નથી થતું . આખરે પાર્ટી મોટી હોય છે , વ્યક્તિ નહી .

Follow Me:

Related Posts