હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યો આ મોટો આરોપ, કહ્યું-તમને હિંદુથી નફરત શા માટે છે?
તાજેત્તરમાં કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડનાર રાજનેતા અને સામાજિક કાર્યકર્તા હાર્દિક પટેલે મંગળવારે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચાડે છે અને હિંદૂ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરતી રહી છે. તેઓએ ગુજરાત કોંગ્રેસના એક નેતાના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા.
પટેલે એક ટ્વિટમાં કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનું કામ કરે છે, હંમેશા હિંદુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું કે, રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરે છે.
ભગવાન રામ સાથે તમારી દુશ્મની શું છે ?
જો કે, તેઓએ નેતાનું નામ નથી લીધું. પટેલે આગળ લખ્યું કે, હું કોંગ્રેસ અને તેમના નેતાઓને પૂછવા માંગુ છું કે, ભગવાન શ્રી રામ સાથે તમારી શું દુશ્મની છે ? હિંદુઓથી તમને આટલી નફરત શા માટે છે ? સદીઓ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તો પણ કોંગ્રેસના નેતા ભગવાન શ્રીરામની વિરુદ્ધ જેમ-તેમ નિવેદન આપતા રહે છે.
18મેના હાર્દિકે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
હાર્દિક પટેલે 18મેના કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામામાં તેઓએ લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે જ્યારે દેશના લોકોએ વિરોધ નહીં પરંતુ એવો વિકલ્પ જોઈએ છે જે તેમના ભવિષ્ય અંગે વિચારતો હોય અને આપણા દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખતો હોય.
તેમણે પોતાના રાજીનામા પત્રમાં આગળ લખ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય, દેશ લાંબા સમયથી તેમનો ઉકેલ ઈચ્છે છે. પરંતુ, કોંગ્રેસ આમાં માત્ર અડચણરૂપ જ કામ કરતી રહી. કોંગ્રેસનું વલણ માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પુરતું જ સીમિત હતું.
Recent Comments